કોરોના વાયરસ પ્રસાર પર કોઇ અમેરિકાના કેસનો સ્વિકાર નહી કરે ચીન: જવાબી કાર્યવાહીની ચેતાવણી
ચીન (China)એ ગુરૂવારે કહ્યું કે તે કોઇપણ 'અયોગ્ય કેસ'ને સ્વિકાર નહી કરે અને ના તો કોરોના વાયરસની મહામારી (Coronavirus pandem)નો સામનો કરવાને લઇને અમેરિકાના વળતરની માંગને જ માનશે. ચીને ચેતાવણી આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: ચીન (China)એ ગુરૂવારે કહ્યું કે તે કોઇપણ 'અયોગ્ય કેસ'ને સ્વિકાર નહી કરે અને ના તો કોરોના વાયરસની મહામારી (Coronavirus pandem)નો સામનો કરવાને લઇને અમેરિકાના વળતરની માંગને જ માનશે. ચીને ચેતાવણી આપી હતી કે જો અમેરિકા ઘાતક વાયરસના પ્રસાર માટે ચીનને દોષી ગણાવતાં કોઇ કાનૂન પારિત કરે છે અથવા કાનૂની કેસ કરે છે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
ચીનની સંસદના પ્રવક્તા ઝાંગ યેયુઇએ શુક્રવારના વાર્ષિક સત્ર પહેલાં મીડિયા બ્રીફિંગમાં કહેવામાં આવ્યું છે કે આરોપ સંપૂર્ણપણે નિરાધાર છે અને આંતરાષ્ટ્રીય કાનૂન અને બુનિયાદી માપદંડો વિરૂદ્ધ છે.
તેમણે કહ્યું કે 'પોતાની સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે બીજાને દોષી ગણાવવાનો પ્રયત્ન કરવો કોઇ જવાબદારીવાળી વાત નથી. અને ના તો નૈતિકતા છે. અમે ચીન માટે અયોગ્ય કેસ અથવા વળતરની માંગને સ્વિકાર કરીશું નહી.
ઝાંગે કહ્યું કે કોવિડ-19ની શરૂઆત બાદથી જ આ બિમારી પર નિયંત્રણ મેળવવા માટે ચીને એકદમ મુશ્કેલ લડાઇ લડી અને ખૂબ ગુમાવ્યું છે.
ઝાંગે કહ્યું કે તાજેતરના રિપોર્ટમાં જણાવે છે કે COVID-19 દુનિયાના વિભિન્ન ભાગોમાં ઉત્પન્ન થયેલા અને શરૂઆતી કેસ પકડમાં આવેલા અને ત્યારબાદ બિમારી સમય સાથે ફેલાતી ગઇ.
ઝાંગના અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની COVID-19 બાદ વૈશ્વિક આપૂર્તિ શૃંખલાને ચીનથી દૂર રાખવાની ધમકીને એમ કહીને નકારી કાઢી કે આ ફક્ત એક દેશ દ્વારા ન કરવામાં આવે. વૈશ્વિક આપૂર્તિ શૃંખલા દુનિયાભરના વ્યવસાયોના વ્યવહાર અને વિકલ્પો પર નિર્ભર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે