ટ્રમ્પે ઈરાન પર લગાવ્યાં આકરા પ્રતિબંધ, સુપ્રીમ લીડર પણ  બાકાત નહીં

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં.

ટ્રમ્પે ઈરાન પર લગાવ્યાં આકરા પ્રતિબંધ, સુપ્રીમ લીડર પણ  બાકાત નહીં

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોથી ઈરાનના સર્વોચ્ચ નેતા અને અન્ય અધિકારી અમેરિકી ક્ષેત્રમાં કોઈ પણ બેંકિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકશે નહીં. ઈરાને કહ્યું હતું કે તેણે ગુરુવારે ક્ષેત્રમાં અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેના થોડા દિવસ બાદ ટ્રમ્પે નવા પ્રતિબંધ લગાવવા માટે આ પગલું ભર્યું છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે જવાબી સૈન્ય કાર્યવાહીનો આદેશ પાછો ખેંચ્યો હતો. ટ્રમ્પે પોતાની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે સંક્ષિપ્ત વાતચીતમાં કહ્યું કે અમે ઈરાન કે કોઈ પણ અન્ય દેશ સાથે સંઘર્ષ ઈચ્છતા નથી. તેમણે કહ્યું કે 'હું તમને કહી શકું છું કે અમે ઈરાનને પરમાણુ હથિયાર ક્યારેય હાંસલ કરવા દઈશું નહીં.'

જુઓ LIVE TV

ટ્રમ્પે કહ્યું કે તેમણે જે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે તે ઈરાન પર કડક પ્રતિબંધો લગાવશે અને ઈરાનના સર્વોચ્ચ નેતા તથા અન્ય અધિકારીઓને બેંકિંગ સુવિધાનો લાભ લેતા રોકશે. તેમણે નાણામંત્રી સ્ટીવન મ્યુનિચની હાજરીમાં આદેશ પર હસ્તાક્ષર કર્યાં.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'મારા મતે અમે ખુબ સંયમ બતાવ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે ભવિષ્યમાં પણ સંયમ બતાવીશું.' તેમણે કહ્યું કે 'અમે તેહરાન પર દબાણ વધારવાનું ચાલુ રાખીશું.' તેમને જ્યારે અમેરિકી ડ્રોન પર ઈરાનના હુમલાના જવાબમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'તમે સંભવત: તેને તેમા સામેલ કરી શકો છો. પરંતુ થઈ રહ્યું હતું.' તેમણે કહ્યું કે 'હું ન્યુયોર્કમાં રહેતા અનેક ઈરાનીઓને જાણું છું અને તેઓ શાનદાર લોકો છે.'  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news