નેપાળઃ ગેસ લીકમાં 8 ભારતીય પ્રવાસીઓના મોત, તપાસ શરૂ
કાઠમાંડુઃ નેપાળના એક રિઝોર્ટમાં શંકાસ્પદ ગેસ લિકને કારણે મંગળવારે આઠ ભારતીય પ્રવાસીઓના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળક પણ સામેલ છે.
Trending Photos
કાઠમાંડુઃ નેપાળના એક રિઝોર્ટમાં શંકાસ્પદ ગેસ લિકને કારણે મંગળવારે આઠ ભારતીય પ્રવાસીઓના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળક પણ સામેલ છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ભારતીય દુતાવાસના અધિકારી હોસ્પિટલ પહોંચ્યા છે. તો વિદેશ મંત્રાલય પણ ઘટના પર નજર રાખી રહ્યું છે.
પોલીસ અધિક્ષક સુશીલ સિંહ રાઠોડે જણાવ્યું કે, રિઝોર્ટના રૂમમાં બેભાન મળેલા આ ભારતીય નાગરિકોને એચએએમએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નેપાળ અખબાર 'હિમાલય ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર ગેલ લીગમાં માર્યા ગયેલા 8 લોકો, 15 પ્રવાસીઓની તે ટીમના સભ્ય હતા જે કેરલના પોખરાથી આવ્યા હતા.
બીજીતરફ ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું, 'નેપાળમાં 8 ભારતીય પ્રવાસીઓના મોતના સમાચારથી દુખી છું. નેપાળમાં અમારી એમ્બેસી ઘટના પર નજર રાખી રહી છે. એમ્બેસીના અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે અને જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.
Deeply distressed by the tragic news of the passing away of 8 Indian tourists in Nepal.Our Embassy @IndiaInNepal hs been closely following the situation.Embassy officials are stationed at the hospital& are providing necessary assistance.Our thoughts are with the bereaved families
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2020
મહત્વનું છે કે, તમામ પ્રવાસીઓ ઘરે પરત આવવાના ક્રમમાં સોમવારની રાતે મકવાનપુર જિલ્લાના દમનમાં એવરેસ્ટ પૈનોરમા રિઝોર્ટમાં રોકાયા હતા. રિઝોર્ટના મેનેજર અનુસાર, આ લોકો એક રૂમમાં રોકાયા હતા અને તેમણે પોતાના ગરમ રાખવા માટે ગેસ હીટર ચાલું કર્યું હતું. મેનેજરે જણાવ્યું કે, પ્રવાસીઓએ કુલ ચાર રૂમ બુક કર્યા હતા અને તેમાંથી આઠ લોકો એક રૂમમાં રોકાયા અને બાકી બીજા રૂમમાં રોકાયા હતા. મેનેજરે જણાવ્યું કે, તેમના રૂમની તમામ બારી અને દરવાજા અંદરથી બંધ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
આ VIDEO પણ ખાસ જુઓ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે