મહિલા સાથે સંબંધોને લઇને ચર્ચામાં ફ્રેન્ચ રાજદૂત, એક ભૂલ ભારે પડી
ફ્રાંસના એક રાજદૂત (French Ambassador) મહિલા સાથે સંબંધોને લઇને ચર્ચામાં છે. જોકે કેસ અવૈધ પ્રેમ સંબંધો જેવો બિલકુલ પણ નથી. પરંતુ તેમછતાં મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ રાજદૂતની મુશ્કેલીઓ વધી ગઇ છે.
Trending Photos
પેરિસ: ફ્રાંસના એક રાજદૂત (French Ambassador) મહિલા સાથે સંબંધોને લઇને ચર્ચામાં છે. જોકે કેસ અવૈધ પ્રેમ સંબંધો જેવો બિલકુલ પણ નથી. પરંતુ તેમછતાં મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ રાજદૂતની મુશ્કેલીઓ વધી ગઇ છે.
મહિલાનું કહેવું છે કે તેણે રાજદૂત સાથે સહમતિથી શારીરિક સંબંધ (Consensual Sex) બનાવ્યા હતા, પરંતુ તેને એ ખબર નથી કે રાજદૂતે કોન્ડોમ (Condom)નો ઉપયોગ કર્યો ન હતો. મહિલા એ તેને પોતાની સાથે 'દગો' ગણાવ્યો છે. કેસની ગંભીરતાને જોતાં સરકારે આરોપી રાજદૂત વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.
ડેટિંગ વેબસાઇટ પર મળ્યા
સૂત્રોના અનુસાર મહિલાએ પોલીસે જણાવ્ય્હું કે તે ડેટિંગ વેબસાઇટ (Dating Website) દ્વારા રાજદૂતને મળી હતી. બંને વચ્ચે ઘણી મુલાકાતો થઇ, પરંતુ તાજેતરમાં જ જ્યારે તે 44 વર્ષીય રાજદૂતને મળવા તેમના ઘરે પહોંચી તો બંનેએ પોતાની સહમતિથી યૌન સંબંધ બનાવ્યા. મહિલાએ રાજદૂતને કોન્ડોમ પહેરવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે એવું કર્યું નથી.
પશ્વિમ એશિયામાં તૈનાત
આ ઘટનાના ત્રણ દિવસ બાદ મહિલાએ પોલીસમાં રાજદૂતની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. ફ્રાંસીસી મેગેજીન લે પોઇન્ટ (French Magazine Le Point)ના રિપોર્ટમાં રાજદૂતની ઓળખ જાહેર કરવામાં આવી નથી. બસ એટલું જ કહેવામાં આવ્યું છે કે તે ઉક્ત રાજદૂત પશ્વિમ એશિયાના કોઇ દેશમાં તૈનાત છે.
2017માં થઇ હતી સજા
બાકી દેશોની માફક ફ્રાંસમાં પણ સહમતિ વિના યૌન સંબંધોને બળાત્કાર ગણવામાં આવે છે, પરંતુ તેના પર હજુ સુધી કોઇ કાયદો બન્યો નથી અનુરોધ કરવા છતાં કોન્ડોમનો ઉપયોગ ન કરવા પર શું સજા આપવામાં આવે. 2017માં સ્વિત્ઝરલેંડની કોર્ટે આવા જ એક કેસમાં એક વ્યક્તિને દોષી ગણાવતાં 12 મહિનાની સજા સંભળાવી હતી. તે વ્યક્તિ પર આરોપ હતો કે તેને સેક્સ દરમિયાન પાર્ટનરને કહ્યા વિના કોન્ડોમ નિકાળી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે