ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron કોરોનાથી સંક્રમિત, આગામી યાત્રાઓને કરાશે રદ્દ

 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ  ઇમેન્યુઅલ મેક્રોંએ પોતાની તમામ યાત્રાઓ રદ્દ કરવાનું મન બનાવ્યું છે. તેમાં લેબનાનની એક નિર્ધારિત યાત્રા સામેલ છે.
 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron કોરોનાથી સંક્રમિત, આગામી યાત્રાઓને કરાશે રદ્દ

પેરિસઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં (Emmanuel Macron)નો Covid-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ એલિસી પેલેસે ગુરૂવારે આ વાતની જાણકારી આપી છે. જાણવા મળ્યું કે, જ્યારે કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા તો, તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેનામાં ક્યા લક્ષણ હતા જેની જાણકારી આપવામાં આવી નથી. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે સાત દિવસ માટે ખુદને અલગ કરી લીધા છે. તે કામ કરવાનું યથાવત રાખશે. 

તો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ  ઇમેન્યુઅલ મેક્રોંએ પોતાની તમામ યાત્રાઓ રદ્દ કરવાનું મન બનાવ્યું છે. તેમાં લેબનાનની એક નિર્ધારિત યાત્રા સામેલ છે. સીઓવીઆઈડી 19 પોઝિટિવ આવ્યા બાદ એક ફ્રાન્સ રાષ્ટ્રપતિના પ્રવક્તાએ રોયટરને જણાવ્યું છે. મેંક્રોના એલિસી કાર્યાલયે પહેલા એક નિવેદનમાં કહ્યુ હતુ કે, મેંક્રો સેલ્ફ આઇસોલેટ થશે, પરંતુ કામ કરવાનું જારી રાખશે. 

મહત્વનું છે કે દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી સંક્રમિત થનારા લોકોનો આંકડો 7 કરોડને પાર પહોંચી ગયો છે. તેમાંથી એક કરોડ 60 લાખથી વધુ કેસ અમેરિકામાં સામે આવ્યા ચે. અહીં ત્રણ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે. જ્યારે દુનિયાભરમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા આશરે 16 લાખ થઈ ગઈ છે. ફ્રાન્સમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24 લાખની નજીક છે. ત્યાં લગભગ 58 હજાર લોકોના મૃત્યુ થયા છે. 

કોરોનાની ઝપેટમાં આવનાર વિશ્વના મોટા રાજનેતાઓની યાદીમાં હવે રાષ્ટ્રપતિ મેંક્રોનું નામ સામેલ થઈ ગયુ છે. આ પહેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસ અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news