કેશોદ-જૂનાગઢ હાઇવે પર એસટીની ટક્કરે બાઇક, ભાઇ-બહેનનું મોત, પિતરાઇ બહેન ગંભીર

જૂનાગઢ હાઇવે પર વેબ્રીજ પાસે ચોરવાડ-જૂનાગઢ રૂટની એસટી બસના ડ્રાઇવે બાઇકને જોરદાર ટક્કર મારી દેતા 10 ફૂટ દૂર ફંગોળાઇ જતા ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી.

કેશોદ-જૂનાગઢ હાઇવે પર એસટીની ટક્કરે બાઇક, ભાઇ-બહેનનું મોત, પિતરાઇ બહેન ગંભીર

હનિફ ખોખર, જૂનાગઢ: કેશોદ જૂનાગઢ હાઇવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સગા ભાઇ-બહેનનાં મોત નિપજ્યાં હતા. જ્યારે પિતરાઇ બહેનને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં પરિવાર સહિત સગા-સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા અને મધરવાડામાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.

રવિવાર બપોરના સમયે મધરવાડાથી બાઇક પર ત્રિપલ સવારીમાં બે સગા ભાઇ બહેન અને પિતરાઇ બહેન કેશોદ ખરીદી કરવા જઇ રહ્યાં હતા. ત્યારે જૂનાગઢ હાઇવે પર વેબ્રીજ પાસે ચોરવાડ-જૂનાગઢ રૂટની એસટી બસના ડ્રાઇવે બાઇકને જોરદાર ટક્કર મારી દેતા 10 ફૂટ દૂર ફંગોળાઇ જતા ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા 108નો સ્ટાફ અને પોલીસ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા બે સગા ભાઇ-બેહન મયુરભાઇ જેસીંગભાઇ ધુળા અને જેસલબેન જેસીંગભાઇ ધુળાને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ પિતરાઇ બહેન ભાવનાબેન વલ્લભભાઇ ધુળાને વધુ સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં પરિવાર સહિત સગા-સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા અને મધરવાડામાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. જોકે અકસ્માત બાદ એસટી ડ્રાઇવ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news