UNHRC માં ભારતે શ્રીલંકાને આપ્યો ઝટકો, તમિલો પર અત્યાચાર મુદ્દે વોટિંગમાં રહ્યું ગેરહાજર
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં શ્રીલંકા વિરુદ્ધ લાગેલા માનવાધિકારોના ઉલ્લંખન વાળા પ્રસ્તાવ પર થઈ રહેલા મતદાનથી ભારત દૂર રહ્યું. આ દરમિયાન યૂએનએસઆરસીમાં ભારતના પ્રતિનિધિ ગેરહાજર રહ્યાં હતા.
Trending Photos
જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર માવવાધિકાર પરિષદ (UNHRC) ની બેઠકમાં શ્રીલંકા વિરુદ્ધ લાગેલા માનવાધિકારોના ઉલ્લંઘનવાળા પ્રસ્તાવ પર થઈ રહેલા મતદાનથી ભારત દૂર રહ્યું છે. આ દરમિયાન યૂએનએસઆરસીમાં ભારતના પ્રતિનિધિ ગેરહાજર રહ્યા. આ પ્રસ્તાવમાં જાફનામાં લિટ્ટે વિરુદ્ધ અભિયાન દરમિયાન શ્રીલંકન સેના પર માનવાધિકારોનું ઉલ્લંઘન કરવા અને મોટી સંખ્યામાં તમિલ લોકો પર અત્યાચાર કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભારત માટે મુશ્કેલ તે હતી કે તે શ્રીલંકાની સાથે પડાશી હોવાનો ધર્મ નિભાવે કે પછી તમિલ અલ્પસંખ્યકોની રક્ષાના પક્ષમાં ઊભુ રહે. ત્યારબાદ ભારતે આ પ્રસ્તાવ પર આયોજીત વોટિંગમાં ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો.
રાજપક્ષેએ મોદીને ફોન કરી માંગ્યો હતો સાથ
શ્રીલંકા આ પ્રસ્તાવ પર ભારતનો સાથ ઈચ્છતુ હતું. તે માટે ત્યાંના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ભારતીય પ્રધાનમંત્રી મોદીને ફોન કરી વાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે બન્ને તરફ પોતાના જ લોકો હોવાને કારણે ભારતે આ પ્રસ્તાવ પર મતદાન ન કરવાનો નિર્ણય લીધો. ભારત અને સંયુક્ત રાષ્ટ્ર માવાધિકાર પરિષદ વચ્ચે પહેલાથી વિવાદ છે. હાલમાં કૃષિ કાયદાના વિરોધમાં થઈ રહેલા આંદોલનને લઈને આપવામાં આવેલા માનવાધિકાર પરિષદના નિવેદન વિરુદ્ધ ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જમ્મુ-કાશ્મરીમાંથી આર્ટિકલ 370 હટાવવાને લઈને પણ ભારત અને યૂએનએચઆરસી આમને-સામને છે.
એક તરફ તમિલ તો બીજીતરફ શ્રીલંકા
ભારતની પાસે આ મુદ્દા પર વોટિંગ ન કરવાનો વિકલ્પ હાજર હતો. કારણ કે ભાજપ જો તેના સમર્થનમાં મતદાન કરે તો શ્રીલંકા નારાજ થઈ જાત. તેનાથી ચીન અને પાકિસ્તાનને શ્રીલંકામાં ઘુષણખોરી કરવાની વધુ એક તક મળી જાત. તો ભારત આ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કરત તો દક્ષિણ ભારતના તમિલ નારાજ થાત. આગામી મહિને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં ભારત સરકારે તમિલોના મુદ્દા પર જોખમ ન લેતા મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે