ઓસામા બિન લાદેન અને આતંકી સંગઠનો અંગે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનનો ચોંકાવનારો ખુલાસો

અમેરિકી યાત્રા પર ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અહીંના સાંસદોને સંબોધિત કરતાં ખુલાસો કરતાં કહ્યું કે, પાકિસ્તાનની સરહદે 40 જેટલા વિવિધ આતંકી સંગઠનો સક્રિય હતા. આવું પહેલી વખત થયું છે કે પાકિસ્તાનના કોઇ નેતાએ જાહેર મંચ પર આ સચ્ચાઇનો સ્વીકાર કર્યો હોય. 
ઓસામા બિન લાદેન અને આતંકી સંગઠનો અંગે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનનો ચોંકાવનારો ખુલાસો

વોશિંગ્ટન : અમેરિકી યાત્રા પર ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અહીંના સાંસદોને સંબોધિત કરતાં ખુલાસો કરતાં કહ્યું કે, પાકિસ્તાનની સરહદે 40 જેટલા વિવિધ આતંકી સંગઠનો સક્રિય હતા. આવું પહેલી વખત થયું છે કે પાકિસ્તાનના કોઇ નેતાએ જાહેર મંચ પર આ સચ્ચાઇનો સ્વીકાર કર્યો હોય. 

ન્યૂઝ એજન્સી ANI અનુસાર કેપિટલ બિલમાં અમેરિકી સાંસદોને સંબોધિત કરતાં ઇમરાન ખાને અમેરિકાની અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી અને આતંકી સંગઠન અલ કાયદા અંગે કહ્યું કે, અમે આતંકીઓ વિરૂધ્ધની લડાઇમાં અમેરિકા સાથે છીએ. અમેરિકા પર થયેલા 9/11 આતંકી હુમલામાં પાકિસ્તાનની કોઇ ભૂમિકા ન હતી. અલ કાયદા, અફઘાનિસ્તાનમાં સક્રિય હતા. પાકિસ્તાનમાં કોઇ તાલિબાની સંગઠન ન હતું. પરંતુ આમ છતાં અમે યુધ્ધમાં અમેરિકાને સાથ આપ્યો હતો. કમનસીબે જ્યારે બાબતો ખોટી દિશામાં ચાલી ગઇ તો મે પાકિસ્તાની સરકારની ટીકા પણ કરી હતી કારણ કે અમે અમેરિકાને વાસ્તવિકતાથી અવગત કર્યા ન હતા. 

ઇમરાન ખાને કહ્યું કે, એનું મોટું કારણ એ પણ હતું કે અમારી સરકારનું નિયંત્રણ ન હતું. એ વખતે પાકિસ્તાનની સરહદ અંદર વિવિધ 40 જેટલા આતંકી સંગઠનો સક્રિય હતા. 

ઉપરાંત ઇમરાન ખાને જણાવ્યં કે, પાકિસ્તાન એવા મોડ પર આવી ગયું હતું કે અમારા જેવા લોકો પણ ચિંતિત હતા કે અમારૂ અસ્તિત્વ બચશે કે કેમ? આ સંજોગોમાં અમેરિકા અફઘાનિસ્તાન સામેના જંગમાં અમારી પાસે વધુ સહયોગ ઇચ્છી રહ્યું હતું પરંતુ એ સમયે પાકિસ્તાન પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું હતું. 

અન્ય એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, એમના દેશના આતંકી ઓસામા બિન લાદેનની એમની ધરતી પર હાજરી અંગે ખબર હતી. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇએ જ અમેરિકી ગુપ્ત એજન્સી સીઆઇએને આ અંગે જાણકારી આપી હતી. જેની મદદથી અમેરિકા અલ કાયદા વડા લાદેન સુધી પહોંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news