માત્ર કોરોના પોઝિટિવ લોકો જઈ શકે છે આ આઈલેન્ડ પર ફરવા
બ્રાઝિલના ફર્નાન્ડો ડી નોરોન્હા (Fernando de Noronha) નામનો આઈલેન્ડ ટૂરિસ્ટ માટે છેલ્લા પાંચ મહિનાથી બંધ હતો. પરંતુ હવે નવી શરતો સાથે ખુલ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે એક આઈલેન્ડે પોતાના ત્યાં આવનારા પર્યટકો માટે શરત રાખી છે કે પ્રવાસીઓનું કોરોનાથી રિકવર થવું જરૂરી છે. એટલે કે માત્ર તે ટૂરિસ્ટ જ આ આઇલેન્ડ પર આવી શકે છે, જેને પહેલા કોરોના થયો હોય અને તે સાજા થઈ ગયા હોય.
બ્રાઝિલના ફર્નાન્ડો ડી નોરોન્હા (Fernando de Noronha) નામનો આઈલેન્ડ ટૂરિસ્ટ માટે છેલ્લા પાંચ મહિનાથી બંધ હતો. પરંતુ હવે નવી શરતો સાથે ખુલ્યો છે.
આ આઇલેન્ડ પર રોજ સીમિત સંખ્યામાં જ લોકોને એન્ટ્રીને મંજૂરી આપવામાં આવે છે. સ્થાનીક અધિકારીઓએ કહ્યું કે, શરત પૂરી કરનાર ટૂરિસ્ટ એક સપ્ટેમ્બરથી અહીં આવી શકે છે.
ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ
અધિકારીઓએ જણાવ્યું કે, નવી શરત તે માટે લગાવવામાં આવી છે જેથી આઈલેન્ડ પર રહેનાર તમામ લોકોની સુરક્ષા નક્કી કરી શકાય. મુલાકાતીઓએ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યાનો રિપોર્ટ સાથે લઈને આવવો પડશે, રિપોર્ટ ઓછામાં ઓછા 20 દિવસ જૂનો હોવો જોઈએ. સાથે આઈલેન્ડ પર આવવા માટે પર્યાવરણ સંબંધી ટેક્સ પણ ચુકવવો પડશે.
પ્રાકૃતિક બીચ, સુંદર હરિયાળી અને નેશનલ મરીન રિઝર્વ માટે આઈલેન્ડ જાણીતો છે. વિશ્વભરના પર્યટક અહીં આવે છે. આ યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેઝ લિસ્ટમાં પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે