શહિદ જવાનની પત્નીની વ્યથા, હજુ સુધી નથી મળી કોઇ પણ સરકારી સહાય

જમ્મુના લેહમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોરનું એક માર્ચના રોજ ફરજ દરમિયાન થયેલ બરફ વર્ષામાં હિમશીલા નીચે દટાઇ જતા તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેમની પત્નીને કોઇ પણ સરકારી સહાય મળી નથી. જેથી રોષે ભરાયેલી શહિદની પત્નીએ કહ્યું કે, જો સહાય નહિ મળે તો તે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. 

શહિદ જવાનની પત્નીની વ્યથા, હજુ સુધી નથી મળી કોઇ પણ સરકારી સહાય

સમીર બલોચ/ અરવલ્લી: પુલવામામાં થયેલા હુમલામાં સીઆરપીએફના જવાનો શહિદ થયા બાદ દેશભરમાંથી શહિદ થયેલા જવાનો માટે દેશ ભરમાંથી લોકો મદદ કરી રહ્યા છે. સરકાર તકફથી પણ શહિદ થયેલા જવાનો માટે અનેક સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે 1 માર્ચે હિમશીલા પડતા અરવલ્લી જિલ્લાના ખુશાલસિંહ ઠાકોર પણ શહિદ થયા હતા છતાં પણ તેમના પરિવારનો કોઇ પણ સહાય નહિ મળ્યાનો ખુશાલસિંહ ઠાકોરની પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લાવતા રાજકીય અગ્રણીઓ અને જીલ્લા કલેક્ટર, પોલીસવડા સહીત અધિકારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી, ત્યાર બાદ કોઈપણ રાજકીય અગ્રણીએ કે જીલ્લા વહીવટી તંત્રએ શહીદ પરિવારને સરકાર માંથી મળતી આર્થિક સહાય માટે કોઈ મદદ ન કરતા શહીદ જવાનના પત્ની અને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીના જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના વતની અને જમ્મુના લેહમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોરનું એક માર્ચના રોજ ફરજ દરમિયાન થયેલ બરફ વર્ષામાં હિમશીલા નીચે દટાઇ જતા તેઓ વીરગતિ પામ્યા હતા. ખુશાલસિંહ ઠાકોરને પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વીરગતિ પામેલ ખુશાલસિંહ ઠાકોરની પત્નીનો આક્ષેપ છે કે સરહદ પર દેશની રક્ષા કરતા જે પ્રાણ ન્યોછાવર કરે છે તેમના વારસદારોને સરકારી સહાય મળે છે પરંતુ આજ દિન સુધી કોઈ જ સરરકારી સહાય મળી નથી.

આચારસંહિતા લાગુ થતા રાજકોટના સોની બજારનું દૈનિકનું 10 કરોડનું ટર્નઓવર ઘટ્યું

કોઈ પણ સરકારી અધિકારી કે નેતા આજ દીન સુધી તેમને મળવા માટે પણ પહોંચ્યા નથી. ખુશાલસિંહના નાના બાળકોના પાલન પોષણ અને અભ્યાસ માટે તેમનો હવે કોઈ જ આધાર નથી. જેથી દેશની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણનું બલીદાન આપનાર સૈનિકના પરિવાર જનોને સરકારી મદદ મળે એવી વીરગતિ પામેલ ખુશાલસિંહ ઠાકોરની વિધવા પત્નીની માગ કરી રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ભાજપથી નારાજ: હાર્દિક પટેલ

શહિદ થયેલા ખુશાલ સિંહનો મોડાસા બાયપાસ ચારરસ્તા પર શહિદ સ્મારક બનાવવાની માગ કરી છે, જો કોઈ સરકારી સહાય નહીં મળે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની પણ ચીમકી શાહિદ ખુશાલસિંહની પત્નીએ ઉચ્ચારી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news