ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે.   

Yunus Saiyed - | Updated: Oct 1, 2019, 10:11 PM IST
ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....
ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીના નિધનના 71 વર્ષ પછી તેમની સારી તંદુરસ્તી અંગે એક મોટો ખુલાસો થયો છે. ગાંધીજીની તંદુરસ્તી પર આધારિત એક પુસ્તકમાં લખાયું છે કે, શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમની સારી તંદુરસ્તીનું રહસ્ય હતું. પુસ્તક અનુસાર તેઓ શાકાહારી ભોજનના આગ્રહી હતા અને હંમેશાં ખુલ્લી જગ્યામાં વ્યાયામ કરતા હતા. તેમનું માનવું હતું કે, વ્યાયામ મન અને શરીર માટે એટલો જ જરૂરી છે, જેટલું ભોજન મન, હાડકાં અને માંસ માટે. 

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. 

ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પાછળ છે રસપ્રદ સ્ટોરી, જાણો શું છે સમગ્ર બાબત...

રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં સંરક્ષિત પુસ્તકમાં દાવો કરાયો છે કે, ગાંધીજી ભોજનની સાથે પ્રયોગો, લાંબા ઉપવાસ અને તબીબી મદદ લેવામાં ખચકાટના કારણે કેટલીક વખત તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને એવો અહેસાસ થયો હતો કે તેઓ મૃત્યુના દરવાજા પર છે. 

ICMRના 'સંગ્રહણીય સંસ્કરણ' અનુસાર ગાંધીજી તેમનાં જીવનનાં વિવિધ તબક્કા દરમિયાન કબજિયાત, મેલેરિયા અને પ્લુરિસી (એવી સ્થિતિ જેમાં ફેફસામાં સોજો આવી જાય છે) સહિત અેક બીમારીઓનો ભોગ બન્યા હતા. પુસ્તક અનુસાર ગાંધીજીને 1925, 1936 અને 1944માં મેલેરિયા થયો હતો. 1919માં તેમણે મસા અને 1924માં એપેન્ડિસાઈટિસનું ઓપરેશન પણ કરાવ્યું હતું. 

"વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે": ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર

આ પુસ્તકમાં કરાયેલા વર્ણન અનુસાર લંડનમાં વિદ્યાર્થી જીવન દરમિયાન ગાંધીજી દરરોજ સાંજે લગભગ 8 માઈલ પગપાળા ચાલતા હતા અને પથારીમાં ઊંઘવા જતા પહેલા 30-40 મિનિટ સુધી ફરીથી ચાલતા હતા. ગાંધીજીના સારા આરોગ્યનું શ્રેય મોટાભાગે શાકાહારી ભોજન અને ખુલ્લી હવામાં વ્યાયામને આપવામાં આવે છે. 

પ્લાસ્ટિકના સ્થાને હવે આવશે વાંસની બનેલી બોટલ, ખાદી ગ્રામોદ્યોગની નવી શરૂઆત

ગાંધીજીનું વજન 46.7 કિગ્રા હતું. 70 વર્ષની વયે તેમનો બોડી માસ ઈન્ડેક્સ 17.1 હતો, જેને આરોગ્ય નિષ્ણાતો 'ઓછું વજન' માને છે. પુસ્તકમાં ગાંધીજીના દૃઢ વિશ્વાસનો પણ ઉલ્લેખ કરાયો છે. ગાંધીજી ગાય કે ભેંસ નહીં પરંતુ બકરીનું દૂધ પીતા હતા. તેઓ જ્યારે પણ બિમાર પડતા ત્યારે સૌથી પહેલા ઘરેલુ ઉપચાર અને પ્રાકૃતિક ચિકિત્સા પર જ ભાર મુકતા હતા. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....