કાશ્મીર અંગે પાક.નો નવો પેંતરો, ઇદની ઉજવણી સાદાઇથી કરવા ભલામણ

પાકિસ્તાને બકરી ઇદ પ્રસંગે કાશ્મીરીઓનો હવાલો ટાંકતા મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણે મીડિયા સંસ્થાનોને જણાવ્યું કે, તેઓ ઇદ ઉલ અઝહા પર પહેલાથી રેકોર્ડ માટે કરાયેલા કાર્યક્રમો અથવા વિશેષ કાર્યક્રમોને લાઇવ પ્રસારિત ન કરે, કારણ કે તેના કારણે ન માત્ર આપણા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઇઓની ભાવનાને પણ નુકસાન પહોંચી શકે છે. મીડિયાને આ માહિતી આપી. 
કાશ્મીર અંગે પાક.નો નવો પેંતરો, ઇદની ઉજવણી સાદાઇથી કરવા ભલામણ

ઇસ્લામાબાદ : પાકિસ્તાને બકરી ઇદ પ્રસંગે કાશ્મીરીઓનો હવાલો ટાંકતા મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણે મીડિયા સંસ્થાનોને જણાવ્યું કે, તેઓ ઇદ ઉલ અઝહા પર પહેલાથી રેકોર્ડ માટે કરાયેલા કાર્યક્રમો અથવા વિશેષ કાર્યક્રમોને લાઇવ પ્રસારિત ન કરે, કારણ કે તેના કારણે ન માત્ર આપણા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઇઓની ભાવનાને પણ નુકસાન પહોંચી શકે છે. મીડિયાને આ માહિતી આપી. 

કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ
નિયામક પ્રાધિકરણે શનિવારે ઇશ્યું એક અધિસુચનામાં કહ્યું કે, કાશ્મીરની સાથે પોતાની સાંત્વના જોડવા માટે લોકોને એક થવા માટે તથા ઇદ ઉલ અઝહાને ધાર્મિક પર્વ તરીકે સાદગી સાથે મનાવવામાં આવી રહ્યું છે. એટલા માટે અપીલ કરવામાં આવે છે કે કોઇ વિશેષ કાર્યક્રમ (પહેલાથી રેકોર્ડ અથવા આયોજીત લાઇવ) ન થાય. ઇદની ઉજવણી તરીકે પ્રસારિત થવાનાં કારણે તેનાથી ન માત્ર અમારા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઇઓની ભાવનાઓને પણ નુકસાન પહોંચી શકે છે.

મોદીજીએ J&Kને કલમ 370થી મુક્ત કર્યું, હવે ત્યાં આતંકવાદનો પણ ખાતમો થશે: અમિત શાહ
સમાચાર પત્ર પાકિસ્તાન ટુડે અનુસાર અધિસુચનમાં કહ્યું કે, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14 ઓગષ્ટે બહાદુર કાશ્મીરીઓની સાથે એક હોવાની વ્યક્ત કરતા મનાવવામાં આવશે. નિયામક પ્રાધિકરણે કહ્યું કે, ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગષ્ટે કાળો દિવસ તરીકે મનાવવામાં આવશે અને રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.

શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા, 'જવાહરલાલ નહેરુ અપરાધી હતા', વિવાદ થયો તો કરી સ્પષ્ટતા 
અધિસુચનામાં ટીવી ચેનલોને તે જ દિવસે પોતાનાં લોકો બ્લેક એન્ડ વ્હાઇટ કરવાની સલાહ અપાઇ છે. ઇલેક્ટ્રોનિક મીડિયા નિયામકે આઠ ઓગષ્ટે સમાચાર ચેનલોને કોઇ પણ પ્રકારની ટિપ્પણીઓ અને વિશ્લેષણ માટે પોતાનાં ટૉક શોમાં કોઇ પણ ભારતીય સેલેબ્રિટી, રાજનેતા, પત્રકાર અને વિશ્લેષકોને આમંત્રીત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના પ્રવાસે જશે, દ્વિપક્ષીય સંબંધો પર થશે મંત્રણા
આ પગલું ભારત સરકાર દ્વારા પાંચ ઓઘષ્ટ પોતાના સંવિધાનના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને પ્રદત વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની જાહેરાત બાદ આવ્યો છે. સરકારે રાજ્યનાં બે કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી નાખ્યું છે, જેમાંથી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા થશે, પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહી થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news