પાક. PM પર તેના મંત્રીઓને જ નથી વિશ્વાસ, કહ્યું ટ્રમ્પ સાથે મુલાકાતમાં અલ્લાહ ખેર કરે !

પાકિસ્તાનનાં રેલવે મંત્રી શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મિજાજ એક જેવો છે. તેમણે કહ્યું કે, તેવામાં આ બંન્ને નેતાઓની મુલાકાતની સફળતાની દુવા કરુ છું. હવે તેમની મુલાકાત યોજવા જઇ રહી છે અલ્લાહ ખેર કરે.
પાક. PM પર તેના મંત્રીઓને જ નથી વિશ્વાસ, કહ્યું ટ્રમ્પ સાથે મુલાકાતમાં અલ્લાહ ખેર કરે !

લાહોર : પાકિસ્તાનનાં રેલવે મંત્રી શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મિજાજ એક જેવો છે. તેમણે કહ્યું કે, તેવામાં આ બંન્ને નેતાઓની મુલાકાતની સફળતાની દુવા કરુ છું. હવે તેમની મુલાકાત યોજવા જઇ રહી છે અલ્લાહ ખેર કરે.

પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ, સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામું આપતા CM અમરિન્દરે આપ્યું આ નિવેદન
પાકિસ્તાનના સમાચાર પત્ર જંગના રિપોર્ટ અનુસાર રેલવે મંત્રીએ રેલવે હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે અમેરિકા જઇ રહ્યા છે. આ પાકિસ્તાનનાં ઇતિહાસની એક મહત્વની મુલાકાત હશે. તેમણે આ પ્રકારના સંકેતો આપતા કહ્યું કે, બંન્ને નેતાઓની વાતચીતમાં કોઇ વિવાદ પેદા ન થાય તે માટે દુવા. બંન્ને નેતાઓ પોતાના ખાસ અંદાજ માટે જાણીતા છે. એવામાં તેમની મુલાકાત મુદ્દે અલ્લા ખેર કરે કે બધુ જ શુભ રહે. 

સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
મરિયમ નવાઝ પર નિશાન સાધ્યું
પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી મુસ્લિમ લીગ નવાઝનાં નેતા મરિયમ નવાઝ પર નિશાન સાધ્યું. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમે હાલમાંજ વીડિયો જાહેર કરીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તેમનાં ન્યાયાધીશ પર દબાણ કરીને તેમનાં પિતાને સજા ફટકારવામાં આવે. આ અંગે રશીદે કહ્યું કે, મરિયમ પોતાની પાર્ટીને તબાહ કરીને છોડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news