ભારતની આક્રમક કાશ્મીર નીતિએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ! આખરે બાજવાએ સ્વીકાર્યુ સત્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 6 વર્ષ પૂરા થયા છે. મોદીની સિક્સરમાં હવે PoK પણ સામેલ થવા જઈ રહ્યું છે. ભારતે PoK પર જે આકરું વલણ દેખાડ્યું છે તેનાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ ગભરાઈ ગયા છે. બાજવા ભારતની પીઓકે પ્લાનિંગથી એ હદે ગભરાઈ ગયા છે કે તેમણે ઈદના અવસરે એલઓસીનું મુલાકાત લઈ નાખી. ડરેલા બાજવના મોઢેથી સત્ય પણ નીકળી ગયું. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરનું સત્ય પોતાના સૈનિકોને પણ જણાવી દીધુ. બાજવાએ પોતાના સૈનિકોની સામે કહ્યું કે 'હિન્દુસ્તાને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી તે બંધારણીય રીતે અને નૈતિક રીતે યોગ્ય હતું.' 

Updated By: May 26, 2020, 10:16 AM IST
ભારતની આક્રમક કાશ્મીર નીતિએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ! આખરે બાજવાએ સ્વીકાર્યુ સત્ય

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 6 વર્ષ પૂરા થયા છે. મોદીની સિક્સરમાં હવે PoK પણ સામેલ થવા જઈ રહ્યું છે. ભારતે PoK પર જે આકરું વલણ દેખાડ્યું છે તેનાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ ગભરાઈ ગયા છે. બાજવા ભારતની પીઓકે પ્લાનિંગથી એ હદે ગભરાઈ ગયા છે કે તેમણે ઈદના અવસરે એલઓસીનું મુલાકાત લઈ નાખી. ડરેલા બાજવના મોઢેથી સત્ય પણ નીકળી ગયું. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરનું સત્ય પોતાના સૈનિકોને પણ જણાવી દીધુ. બાજવાએ પોતાના સૈનિકોની સામે કહ્યું કે 'હિન્દુસ્તાને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી તે બંધારણીય રીતે અને નૈતિક રીતે યોગ્ય હતું.' 

ભારતે યુદ્ધ લડ્યા વગર જ પાકિસ્તાનને હરાવી દીધુ છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારત સામે સરન્ડર કરી નાખ્યું છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની કાશ્મીર નીતિએ પાકિસ્તાનને સરન્ડર કરવા માટે મજબુર કરી નાખ્યુ છે. 

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કાશ્મીર પર સરન્ડર કરવાની વાત પોતાના સૈનિકો આગળ કબુલ કરી છે. બાજવાએ કહ્યું કે ભારત દુનિયાને કાશ્મીર પર પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યું. જ્યારે પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં સદંતર નિષ્ફળ ગયું. 

પાકિસ્તાની LOC પર પોતાના સૈનિકોને ઈદ મુબારક કહેવા પહોંચેલા જનરલ બાજવાએ એ સત્યને સ્વીકાર્યું કે દુનિયાએ કાશ્મીર પર પાકિસ્તાનની એક વાત સાંભળી નથી. ઈમરાને અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર પર રોદણા રડ્યાં. સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પણ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો પરંતુ દુનિયાએ કાશ્મીર પર ઈમરાન ખાનના કોઈ જ જૂઠ્ઠાણા પર વિશ્વાસ કર્યો નથી. અનેકવાર ઈમરાન ટ્રમ્પ આગળ પણ કરગર્યા પરંતુ ટ્રમ્પે પણ ભારતની વાત જ માની. 

કાશ્મીર પર ઈમરાન ખાન પોતાની હારની જાહેરાત તો કરી જ ચૂક્યા છે પરંતુ બાજવાએ પોતાના મોઢે સરન્ડરનું સત્ય હવે કબુલ્યુ છે. હિન્દુસ્તાને કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરની કહાની ત્યારે જ લખી નાખી હતી જે દિવસે તેણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી. 

કલમ 370 નાબુદીએ પાકિસ્તાનનો છેદ ઉડાવી દીધો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ને હટાવીને પ્રદેશને બંધનોમાંથી મુક્ત કર્યો. બાજવાએ પોતે સ્વીકાર્યું કે કલમ 370 હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની મનમાની ચાલતી નથી. બાજવાએ પોતાના સૈનિકોની સામે કહ્યું કે 'હિન્દુસ્તાને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી તે બંધારણીય રીતે અને નૈતિક રીતે યોગ્ય હતું.' 

જુઓ LIVE TV

કલમ 370 હટ્યા બાદ કાશ્મીરમાં પાકિસ્તાનના પ્રોપેગેન્ડા પર બ્રેક લાગી
- કાશ્મીરમાં આતંકી ઘટનાઓ ઓછી થઈ
- કાશ્મીરમાં યુવકો આતંકી સંગઠનમાં જોડાતા બંધ થયા
- કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓ ઘટી.
- કાશ્મીરમાં આતંકવાદીઓની બોલતી બંધ થઈ

બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા