પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પહેલા દીપિકાના વખાણ કર્યા, અને બાદમાં...

પાકિસ્તાની સેનાના પ્રવક્તા દ્વારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓની સાથે એકજૂટતા દાખવવા માટે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને બુધવારે ‘બહાદુર વ્યક્તિ’ બતાવવામાં આવી. પરંતુ જલ્દી જ પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધી. મેજર જનરલ આસિફ ગફૂરે પોતાના અંગત ટ્વિટર એકાઉન્ટથી પાદુકોણના વખાણ કર્યાં, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેમણે આ ટ્વિટ ડિલીટ કરી દીધી. જોકે, આ ટ્વિટ ડિલીટ કરવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. 
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પહેલા દીપિકાના વખાણ કર્યા, અને બાદમાં...

નવી દિલ્હી :પાકિસ્તાની સેનાના પ્રવક્તા દ્વારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓની સાથે એકજૂટતા દાખવવા માટે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને બુધવારે ‘બહાદુર વ્યક્તિ’ બતાવવામાં આવી. પરંતુ જલ્દી જ પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધી. મેજર જનરલ આસિફ ગફૂરે પોતાના અંગત ટ્વિટર એકાઉન્ટથી પાદુકોણના વખાણ કર્યાં, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેમણે આ ટ્વિટ ડિલીટ કરી દીધી. જોકે, આ ટ્વિટ ડિલીટ કરવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. 

તેમણે જે ટ્વિટ કરી હતી તેમાં કહ્યું હતું કે, નવયુવાનો અને સત્યની સાથે ઉભા રહેવા માટે દીપિકા પાદુકોણના વખાણ થવા જોઈએ. તમે મુશ્કેલ સમયમાં સાબિત કર્યું કે, તમે એક બહાદુર વ્યક્તિ છો. તમે ઈજ્જત મેળવી છે. માનવતા તમામ ચીજોથી ઉપર છે. 

મંગળવારે સાંજે અચાનક દીપિકા જેએનયુ પહોંચી
દીપિકા પાદુકોણ જેએનયુ હુમલાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકજૂટતા પ્રકટ કરીને મંગળવારે સાંજે અચાકન યુનિવર્સિટી પાસે પહોંચી ગઈ હતી. જેના બાદ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. દીપિકા પાદુકોણની છપાક ફિલ્મ બોયકોટ કરવાની વાત પણ સોશિયલ મીડિયામાં ઉઠી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news