દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટને AstraZeneca વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવાનું કહ્યું

એક સપ્તાહ પહેલા જ આફ્રિકાએ કહ્યું હતું કે, AstraZeneca રસીને  તેના વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગને હાલમાં રોકી દેવામાં આવશે. 
 

દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટને AstraZeneca વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવાનું કહ્યું

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) ને કોવિડ-19ની વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવાનું કહ્યું છે. સીરમે ફેબ્રુઆરીમાં આ ડોઝ મોકલ્યા હતા. એક સપ્તાહ પહેલા જ આફ્રિકાએ કહ્યું હતું કે, AstraZeneca રસીને  તેના વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગને હાલમાં રોકી દેવામાં આવશે. SII AstraZeneca નું સૌથી મોટુ સપ્લાયર છે. ભારતે પાછલા સપ્તાહે 10 લાખ ડોઝ દક્ષિણ આફ્રિકામાં મોકલ્યા હતા અને આગામી કેટલાક સપ્તાહમાં 5 લાખ ડોઝ મોકલવાના હતા.

'AstraZeneca આપી રહી છે સીમિત સુરક્ષા
દક્ષિણ આફ્રિકા સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, સરકાર AstraZeneca ની કોરોના વાયરસ વેક્સિનના ડોઝ વેચી શકે છે. હકીકતમાં એક ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે, કોરોના વાયરસના 501Y.V2 સ્ટ્રેનની ઓછી ગંભીર બીમારી પર વધુ અસર નથી. ત્યારબાદ વેક્સિનેશન પ્રોગ્રામમાં તેના ઉપયોગને રોકી દેવામાં આવ્યો હતો. આફ્રિકાની વિટવોટસેન્ડ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યામાં મળેલા ડેટાના આધાર પર AstraZeneca એ કહ્યું હતું કે, તેની વેક્સિન આ સ્ટ્રેનની વિરુદ્ધ સીમિત સુરક્ષા આપી રહી છે. 

નવા વાયરસથી ચિંતા
કંપનીએ કહ્યું કે, હવે નવા વાયરસ માટે આ વેક્સિનને તૈયાર કરવામાં આવશે અને જલદી તૈયાર કરવામાં આવશે. મહામારીના આટલા મહિનામાં કોરોના વાયરસ હજારો વખત મ્યૂટેડ થયો છે પરંતુ વૈજ્ઞાનિકોને ત્રણ સ્ટ્રેનને લઈને ચિંતા છે જે પહેલાથી વધુ સંક્રામક છે. તેમાં બ્રિટનના કેન્ટ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલનો સ્ટ્રેન સામેલ છે. તેમાંથી દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન વેક્સિનની વિરોધ પ્રતિરોધક જોવા મળી રહ્યો છે અને દુનિયાના ઘણા ભાગમાં પહોંચી ગયો છે. 

નવા સ્ટ્રેન માટે વેક્સિન પર કામ
તો જોનસન એન્ડ જોનસન અને નોવાવૈક્સે પણ જણાવ્યું કે, તેની વેક્સિન નવા સ્ટ્રેન વિરુદ્ધ અસરકારક નથી. આ રીતે મોર્ડના નવા સ્ટ્રેન માટે બૂસ્ટર શોટ તૈયાર કરી રહી છે, જ્યારે Pfizer-BioNTech ની વેક્સિન પણ ઓછી અસરકારક છે. બ્રિટનને ઓક્સફોર્ડની વેક્સિનના 10 કરોડ ડોઝ ખરીદ્યા છે અને લાખો લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news