દક્ષિણ અને ઉતર કોરિયા માર્ગ અને રેલમાર્ગથી જોડાશે, બંન્ને દેશ થયા સંમત

અધિકારીઓ અને ઉતર કોરિયામાં જન્મેલા પાંચ લોકો સહિત આશરે 100 દક્ષિણ કોરિયન નાગરિકોને લઇ જઇ રહેલા 9 ડબ્બાની વિશેષ ટ્રેન સવારે સિયોલ રેલવે સ્ટેશનથી રવાના થતી જોવા મળી હતી

Updated By: Dec 26, 2018, 11:27 AM IST
દક્ષિણ અને ઉતર કોરિયા માર્ગ અને રેલમાર્ગથી જોડાશે, બંન્ને દેશ થયા સંમત

સિયોલ : દક્ષિણ કોરિયાનું એક પ્રતિનિધિમંડળ બંન્ને દેશોને વહેંચનારા કોરિયન દ્વીપમાં માર્ગ અને રેલ્વે માર્ગને એકવાર ફરીથી જોડવા માટે આયોજીત શિલાન્યાસ સમારંભ માટે બુધવારે ઉત્તરકોરિયા જવા રવાના થયા હતા. આ સમારંભ એવા સમયે આયોજીત કરવામાં આવી રહ્યો છે જ્યારે બંન્ને કોરિયન દેશોની વચ્ચે પરમાણુ નિશસ્ત્રીકરણ મુદ્દે વાતચીત અટકેલી છે. 

અધિકારીઓ અને ઉત્તર કોરિયામાં જન્મેલા પાંચ લોકો સહિત આશરે 100 દક્ષિણ કોરિયન નાગરિકને લઇ જઇ રહેલા 9 ડબ્બાવાળી વિશેષ ટ્રેન સવારે સિયોલ રેલ્વે સ્ટેશનથી રવાના થતી જોવા મળી. અહીંથી ઉત્તરકોરિયન સીમા શહેરનાં કેયસોંગ સુધીનો રસ્તો બે કલાકનો છે. દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જેઇ ઇન અને ઉત્તરકોરિયન નેતા કિમ જોંગ ઉન પ્યોંગયાંગમાં (સપ્ટેમ્બરમાં) પોતાની ત્રીજી શિખ વાર્તા દરમિયાન વર્ષના અંતમાં આ સમારંભ આયોજીત કરવા માટે સંમત થયા હતા.