જાપાનમાં ભૂકંપના આંચકા, બુલેટ ટ્રેનની સેવાઓ બંધ, સુનામીની ચેતવણી

જાપાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં મંગળવારે 6.7 તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપના આંચકા બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી પરંતુ અઢી કલાક બાદ તેને પરત લઇ લીધી હતી. ભૂંકપના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ અને બુલેટ ટ્રેનની સેવાઓ બંધ કરવામાં આવી હતી.

જાપાનમાં ભૂકંપના આંચકા, બુલેટ ટ્રેનની સેવાઓ બંધ, સુનામીની ચેતવણી

ટોક્યો: જાપાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં મંગળવારે 6.7 તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપના આંચકા બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી પરંતુ અઢી કલાક બાદ તેને પરત લઇ લીધી હતી. ભૂંકપના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ અને બુલેટ ટ્રેનની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જોકે, ભૂકંપથી લોકોને ગંભીર રીતે ઘાયલ થવા અને ઇજા પહોંચવાના કોઇ સમાચાર મળ્યા નથી.

જાપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપ યામગતાથી લગભગ 50 કિલોમીટર દૂર સકાતા શહેરના દક્ષિણ પશ્ચિમમાં આવ્યો હતો. એજન્સીએ યામગતાના તટ પર એક મીટર સુધી ઉંચા મોજા ઉછળવાની આશંકા જાહેર કરી હતી. ભૂકંપમાં ઇજાગ્રસ્તો અને નુકાસનનું અનુમાન કરવા માટે વડાપ્રધાન કાર્યલાયમાં એક ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

ચીનમાં ભૂંકપથી 13 લોકના મોત
ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવાર મોડી રાત્રે અને મંગળવાર સવારે ભૂંકપના બે શક્તિશાળી આંચકામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને લગભગ 200થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. સરકારે કાટમાળમાંથી જીવતા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ઝડપી કર્યો છે. ચિની ભૂકંપ કેન્દ્ર (સીઇએનસી)ના અનુસાર રિક્ટર સ્કેલ પર 6.0 તીવ્રતાનો પહોલો આંચકો સ્થાનીક સમયાનુસાર સોમવાર રાત્રે 10 વાગી 55 મિનિટ પર યીપિન શહેરના છાંગનિંગ વિસ્તારમાં આવ્યો હતો.

મંગળવાર સવારે અનુભવાયેલા બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. ત્યારેબાદ ભૂકંપના ઘણા આંચકા અનુભવાયા છે. ઇમર્જન્સી મૅનેજમેન્ટ મંત્રાલયએ જણાવ્યુ કે, 13 લોકોના મોત થયા છે અને 199 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતી શી જિનપિંગે રાહત કાર્યો અને ઘાયલોને બચાવવા માટે દરેક પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે. શી જિનપિંગે અધિકારીઓને આદેશ કર્યો છે કે, તે ઇજાગ્રસ્તોને બચાવવામાં પ્રાથમિકતા આપે તથા જાનહાનિ ઘટાડે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news