અમિત શાહના ટ્વિટ પર પાક સેનાનું રિએક્શન, કહ્યું- સ્ટ્રાઇક અને મેચની સરખામણી ના કરો
પાકિસ્તાની આર્મીના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના ડિરેક્ટર જનરલ આસિફ ગફૂરે સોમવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની હાર અને દેશની બોર્ડર પર થયેલા અથડામણની સરખામણી ના કરવાનો આગ્રહ કર્યો છે.
Trending Photos
ઇસ્લામાબાદ: પાકિસ્તાની આર્મીના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના ડિરેક્ટર જનરલ આસિફ ગફૂરે સોમવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની હાર અને દેશની બોર્ડર પર થયેલા અથડામણની સરખામણી ના કરવાનો આગ્રહ કર્યો છે. મેજર જનરલ ગફૂરે આ નિવેદન વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની જીત પર ભારતીય ટીમને શાહે આપેલા શુભેચ્છા સંદેશ બાદ આપ્યું છે.
Another strike on Pakistan by #TeamIndia and the result is same.
Congratulations to the entire team for this superb performance.
Every Indian is feeling proud and celebrating this impressive win. #INDvPAK pic.twitter.com/XDGuG3OiyK
— Amit Shah (@AmitShah) June 16, 2019
ગૃહમંત્રીએ રવિવારે ટ્વિટ દ્વારા કહ્યું, ‘ટીમ ઇન્ડિયા દ્વારા પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક અને પરિણામ એક સરખું. આ શાનદાર પ્રદર્શન માટે આખી ટીમને શુભચ્છાઓ. દરેક ભારતીય ગૌરવનો અનુભવ કરી રહ્યા છે અને આ પ્રભાવશાળી જીત પર ઉજવણી કરી રહ્યા છે.’
Dear @AmitShah yes ur team won a match. Well played.
Two things with different denominators can’t be compared. So are strikes & match. If in doubt please see results of our Nowshera counter strikes & response to IAF violation on 27 Feb19 downing two Indian jets.
Stay Surprised. https://t.co/cY089VmYIe
— Asif Ghafoor (@peaceforchange) June 17, 2019
ગફૂરે તેમના પ્રાઇવેટ એકાઉન્ટના માધ્યમથી શાહને જવાબ આઆપતા કહ્યું, ‘પ્રિય અમિત શાહ, હા, તમારી ટીમે એક મેચ જીત. તેઓ સારૂ રમ્યા. બે એકદમ અલગ-અલગ વસ્તુની સરખામણી કરવામાં આવી શકે નહીં. તેમજ સ્ટ્રાઇક અને મેચની સરખામણી કરી શકાય નહીં.’
P.S
“...and the result is same?”
IAF strikes failed, two IAF jets shot down, a pilot arrested, Mi17 fratricide, four broad day light successful PAF Noushera counter air strikes, massive casualties along LOC and damage to Indian posts & artillery gun positions...~
Doctor please... https://t.co/RLC4dS3Mir
— Asif Ghafoor (@peaceforchange) June 17, 2019
ગફૂરે ભારતીય વાયુસેના દ્વારા 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા જવાબનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘સ્ટે સપ્રાઇઝ્ડ.’
(ઇનપુટ: આઇએએનએસ)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે