કોરોના સંક્રમણનો સામનો કરતા ગંભીર દર્દીઓ માટે આ દવા સાબિત થઇ રહી છે અમૃત!
દુનિયાભરમાં કોરોના સામે લડવા માટે વેક્સીનની શોધ થઈ રહી છે. પરંતુ અત્યાર સુધીમાં વેક્સીન આવી નથી. જો કે, વેક્સીનથી પહેલા કેટલીક દવાઓ હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને રેમડેસિવિર કોરોનાથી લડવામાં મદદગાર સાબિત થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના સામે લડવા માટે વેક્સીનની શોધ થઈ રહી છે. પરંતુ અત્યાર સુધીમાં વેક્સીન આવી નથી. જો કે, વેક્સીનથી પહેલા કેટલીક દવાઓ હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને રેમડેસિવિર કોરોનાથી લડવામાં મદદગાર સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે પણ અસરકારક એક દવા છે, જે કોરોનાની સારવારમાં સૌથી અસરકાર માનવામાં આવી રહી છે. હાલમાં જ એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે, ડેક્સામેથાસોન કોરોનાથી થતા મૃત્યુદરને 20-33 ટકા સુધી ઘટાડી દે છે.
થોડા સમય પહેલા ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, તેમને એવા રિઝલ્ટ મળ્યા છે કે, ડેક્સામેથાસોન દવાના ઉપયોગથી કોરોનાના ગંભીર દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. યૂનિવર્સિટીના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ડેક્સામેથાસોન નામના સ્ટેરોઇડથી ગંભીર દર્દીઓ મૃત્યુ દર એક તૃતીયાંશ ઘટી ગયો છે. હવે ન્યૂ ઇંગ્લેન્ડ જનર્લ મેડિસિને પણ સ્પષ્ટ કર્યું છે કે, આ દવા કોરોના સંક્રમણથી લડી રહેલા ગંભીર દર્દીઓની સારવારમાં મદદગાર સાબિત થઈ રહી છે. ગ્લૂકોકોર્ટીકોઇડ ડેક્સામેથાસોનથી ફાયદો સૌથી વધુ તે દર્દીઓને થયો છે જે મેકેનિકલ વેન્ટિલેશન પર હતા.
રિસર્ચ દરમિયાન નોર્મલ દર્દીઓમાં 41.4 ટકાની સરખામણીમાં ડેક્સામેથાસોન જૂથના દર્દીઓ માટે 29.3 ટકાનો 28 દિવસીય મૃત્યુ દર જોવા મળ્યો. આ તમામ ગંભીર શ્રેણીમાં આવે છે. દવાનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો. પરંતુ આવા દર્દીઓમાં ડેક્સામેથાસોન માટે કોઇ ફાયદો જોવામાં નથી આવ્યો જેમને ઓક્સીજનની આવશ્યકતા નથી. એટલે કે તેઓ મોડરેટ કેસ હતા. ડેક્સામેથાસોનનો ઉપયોગ યુ.એસ. રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ સહિત અનેક સારવાર માર્ગદર્શિકા પેનલ્સ દ્વારા પહેલાથી કરવામાં આવી રહ્યો છે.
ડેક્સામેથાસોન એક ખૂબ સસ્તી સ્ટીરોઈડ (steroid) છે અને તેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં થાય છે. રિચર્સમાં જણાવ્યું છે કે, જો COVID-19ના દર્દીને ઓક્સિજનની ઉણપ હોય અને વેન્ટિલેટર પર હોય, જો આવી દવા ડેક્સામેથાસોનને આપવામાં આવે, તો તેના બચવાની સંભાવના વધારે છે અને ખર્ચ પણ ઓછો છે.
નિષ્ણાંતોના મતે, ડેક્સામેથાસોનની દવા ફક્ત ગંભીર દર્દીઓને ડોકટરોની દેખરેખ હેઠળ જ આપવી જોઈએ. આ વિશે કોઈ પુરાવા નથી કે આ દવા કોરોનાના નાના પ્રભાવવાળા દર્દીઓ પર કામ કરે છે, પરંતુ તે તેમને નુકસાન પણ કરી શકે છે. આ ડ્રગમાં નજીવી સાઇટ ઇફેક્ટ્સ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે