અમેરિકામાં Kamala Harris એ રચ્યો ઈતિહાસ, જાણો નવા ઉપરાષ્ટ્રપતિ વિશે 10 ખાસ વાતો

 ભારતીય મૂળના કમલા હેરિસ આજે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ અશ્વેત મહિલા છે.   

Updated By: Jan 20, 2021, 10:14 PM IST
 અમેરિકામાં  Kamala Harris એ રચ્યો ઈતિહાસ, જાણો નવા ઉપરાષ્ટ્રપતિ વિશે 10 ખાસ વાતો

વોશિંગટન: ભારતીય મૂળના કમલા હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી દીધો છે. તેઓ અમેરિકાના પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ  બની ગયા છે. 'ફીમેલ ઓબામા'ના હુલામણા નામથી લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ પહેલીવાર જ બન્યા હતા. તેમના વિશે જાણો 10 મહત્વની વાતો...

કમલા હેરિસ (Kamala Harris) વિશે 10 ખાસ વાતો. 

1. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનેલા જો  બાઈડેને ઓગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસની પસંદગી કરી હતી. રાષ્ટ્રપતિ પદના પોતાના સપનાને હેરિસે ચૂંટણી પ્રચાર હેતુ નાણાકીય સંસાધનોના અભાવનો હવાલો આપીને ત્યાગ કર્યો હતો. 

2. એક સમયે પોતાના પૂર્વ હરિફ બાઈડેનના તેઓ કટ્ટર આલોચક હતા. 56 વર્ષના હેરિસ સેનેટના ત્રણ એશિયન અમેરિકન સભ્યોમાંથી એક છે. 

3. હેરિસે અનેક મિસાલ કાયમ કરી છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટોર્ની બનનારા પહેલા મહિલા, પહેલા ભારતીય મૂળના અને પહેલા આફ્રિકી અમેરિકી છે. 

આ પણ વાંચોઃ US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું

4. ઓબામાના કાર્યકાળમાં તેઓ 'ફીમેલ ઓબામા'ના નામથી લોકપ્રિય હતા. 

5. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં 20 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા કમલાદેવી હેરિસના માતા શ્યામલા ગોપાલન 1960માં ભારતના તામિલનાડુથી યુસી બર્કેલે પહોંચ્યા હતા. જ્યારે તેમના પિતા ડોનાલ્ડ જે હેરિસ 1961માં બ્રિટિસ જમૈકાથી ઈકોનોમિક્સમાં સ્નાતકનો અભ્યાસ કરીને યુસી બર્કલે આવ્યા હતા. અહીં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત થઈ અને માનવ અધિકાર આંદોલનોમાં ભાગ લેવા સમયે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. 

6. હાઈ સ્કૂલ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા કમલા હેરિસ સાત વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા. કમલા અને તેમની નાની બહેન માયા પોતાની માતા સાથે રહ્યા અને તેમના બંનેના જીવન પર માતાનો ઘણો પ્રભાવ રહ્યો. 

7. જો કે તે સમય અશ્વેત લોકો માટે સહજ નહતો. કમલા અને માયાના ઉછેર દરમિયાન માતાએ બંનેને પોતાના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા રાખ્યા અને તેમને પોતના સંયુક્ત વારસા પર ગર્વ કરવાનું શીખવાડ્યું. તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડાઈથી જોડાઈ રહ્યા. 

Biden Oath Live: થોડીવારમાં શપથ ગ્રહણ, કેપિટલ હિલ પહોંચ્યા બાઈડેન અને કમલા હેરિસ

8. આ સંબંધમાં બાઈડેન-હેરિસની પ્રચાર વેબસાઈટમાં કમલાએ પોતાની આત્મકથા 'ધ ટ્રુથ્સ વી હોલ્ડ'માં લખ્યું છે કે તેમની માતાને ખબર હતી કે તેઓ બે અશ્વેત પુત્રીઓનું પાલન પોષણ કરી રહ્યા છે અને તેમને હંમેશા અશ્વેત તરીકે જ જોવામાં આવશે, પરંતુ તેમણે પોતાની પુત્રીઓને એવા સંસ્કાર આપ્યા કે કેન્સર રિસર્ચર અને માનવાધિકાર કાર્યકર શ્યામલા અને તેમની બંને પુત્રીઓને 'શ્યામલા એન્ડ ધ ગર્લ્સ' તરીકે ઓળખવા લાગ્યા. 

9. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ બાદ હેરિસે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો. 2003માં તેઓ સાન ફ્રાન્સિસ્કોના ટોચના અભિયોજક બન્યા. 2010માં તેઓ કેલિફોર્નિયાના અટોર્ની બનનારા પહેલા મહિલા અને પહેલા અશ્વેત વ્યક્તિ હતા. 2017માં હેરિસ કેલિફોર્નિયાથી જૂનિયર અમેરિકી સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

10. કમલાએ 2014માં જ્યારે પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા તો તેઓ ભારતીય, આફ્રિકી અને અમેરિકી પરંપરા સાથે સાથે યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube