ટ્રમ્પની ધમકીથી ચીનનો પિત્તો ગયો, કહ્યું- 'અમને નબળા ન સમજો', ટ્રેડ વોરમાં છેલ્લે સુધી લડી લઈશું
ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી દીધી છે કે તેઓ ટ્રેડ વોરમાં તેને 'નબળો ન સમજે' કારણ કે તે આ જંગ અંત સુધી લડવા માટે સક્ષમ છે.
Trending Photos
બેઈજિંગ: ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી દીધી છે કે તેઓ ટ્રેડ વોરમાં તેને 'નબળો ન સમજે' કારણ કે તે આ જંગ અંત સુધી લડવા માટે સક્ષમ છે. ચીને આ વલણ એવા સમયે દેખાડ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનથી આવનારા 200 અબજ ડોલરના સામાન પર ડ્યુટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી નાખી છે. તેમણે ચીનથી આયાત થતા બાકીના સામાન ઉપર પણ ડ્યુટી વધારવાની ધમકી આપી છે. ચીને પણ જવાબમાં 50 અબજ ડોલરના અમેરિકી સામાન પર ટેરિફના દરો વધારી દીધા છે. અમેરિકાએ ગત વર્ષે ચીનથી 539 અબજ ડોલરનો સામાન આયાત કર્યો હતો જ્યારે ચીનને નિકાસ કરેલો સામાન માત્ર 120 અબજ ડોલર જ હતો.
અમેરિકી રાષ્ટ્રપતિની ધમકીથી ગિન્નાયેલા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે મંગળવારે કહ્યું કે, "ચીન વારંવાર કહેતું રહ્યું છે કે ટેરિફ દર ઊંચા થવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. વેપાર યુદ્ધ શરૂ કરવાથી સ્વયં અને અન્ય માટે નુકસાનકારક જ હોય છે." ચીનના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ચીન વેપાર યુદ્ધની ઈચ્છા કે કામના કરતું નથી પરંતુ તેને તેનાથી કોઈ પ્રકારનો ભય પણ નથી.
જુઓ LIVE TV
જો કોઈએ અમારા પર યુદ્ધ થોપ્યું તો અમે તેને અંત સુધી લડીશું. અમે કોઈ બહારના દબાણમાં ઝૂકવાના નથી. અમે અમારા ન્યાયોચિત અધિકારોની રક્ષાનો સંકલ્પ અને સામર્થ્ય ધરાવીએ છીએ. બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ ભડક્યા બાદ આ ચીનની સૌથી કડક પ્રતિક્રિયા છે. વેપાર વાર્તા અંગે પૂછતા તેમણે કહ્યું કે 11માં તબક્કાની વાર્તા બાદ હું સમજુ છું કે બંને પક્ષ વાતચીત ચાલુ રાખવા પર રાજી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે