કોરોનાકાળમાં અમેરિકા-બ્રિટન રશિયા પર થયા કાળઝાળ, લગાવ્યો ગંભીર આરોપ

કોરોના સંકટ (Corona Crisis)  વચ્ચે રશિયા (Russia) એ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા (America)  અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું. 

Updated By: Jul 24, 2020, 01:06 PM IST
કોરોનાકાળમાં અમેરિકા-બ્રિટન રશિયા પર થયા કાળઝાળ, લગાવ્યો ગંભીર આરોપ

વોશિંગ્ટન: કોરોના સંકટ (Corona Crisis)  વચ્ચે રશિયા (Russia) એ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા (America)  અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું. 

આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમેરિકાએ રશિયા પર આ પ્રકારનો હથિયાર પરીક્ષણનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે યુએસ સ્પેસ કમાન્ડ પાસે પુરાવા છે કે રશિયાએ 15 જુલાઈના રોજ એક અંતરિક્ષ આધારિત એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ વધુ એક ઉદાહરણ છે કે અમેરિકા અને તેના સહયોગીઓની અંતરિક્ષ પ્રણાલીઓ માટે જોખમ વાસ્તવિક, ગંભીર છે અને તે વધી રહ્યાં છે.

અમેરિકાના પરમાણુ નિરસ્ત્રીકરણ વાર્તાકાર માર્શલ બિલિંગ્સલી(Marshall Billingslea)એ ટ્વિટ કરીને કહ્યું કે આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. રશિયાનો આ ટેસ્ટ આગામી સપ્તાહે વિયેનામાં ચર્ચાનો પ્રમુખ મુદ્દો રહેશે. જ્યાં તેઓ સ્ટાર્ટ સંધિ પર વાતચીત કરશે. આ બાજુ ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિનને કહ્યું કે તેમને આશા છે કે રશિયા ચીન સાથે હથિયારોની દોડમાં સામેલ થશે નહીં. 

બ્રિટનના Space Directorateના પ્રમુખ એર વાઈસ માર્શલ હાર્વે સ્મિથે રશિયાના પરીક્ષણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારના પગલા અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે જોખમ છે અને તેનાથી કાટમાળનું જોખમ રહે છે. જે એ ઉપગ્રહો અને અંતરિક્ષ પ્રણાલીઓને નુકસાન પહોંચાડી શકે છે જેના પર દુનિયા નિર્ભર રહે છે. આથી અમે રશિયાને આહ્વાન કરીએ છીએ કે તે આ પ્રકારના કોઈ પણ પરિક્ષણથી બચે. 

જુઓ LIVE TV

અમેરિકાએ રશિયા પર એપ્રિલમાં ઉપગ્રહ વિરોધી મિસાઈલ પરીક્ષણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. યુએસ સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલ જે રેમન્ડે કહ્યું કે ગત અઠવાડિયાના ટેસ્ટ માટે તે જ પ્રણાલીનો ઉપયોગ થયો તેને લઈને ગત વર્ષ સ્પેસ કમાન્ડે ત્યારે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે તે યુએસ ગવર્મેન્ટ સેટેલાઈટ નજીક પહોંચી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ એ વાતનો પુરાવો છે કે રશિયા અંતરીક્ષ પ્રણાલીઓને વિક્સિત કરવાનો અને પરીક્ષણ કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે. જે યુએસ અને તેના સહયોગીઓની અંતરિક્ષ પરિસંપત્તિઓને જોખમમાં મૂકે છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube