ફરી લગ્ન કરી શકે છે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, આ હોટ યુવતીનું નામ છે ચર્ચામાં!

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના માચોમેન ગણાતા વ્લાદિમિર પુતિન અંગે એવા અહેવાલ છે કે તેઓ બીજા લગ્ન કરી શકે છે.

ફરી લગ્ન કરી શકે છે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, આ હોટ યુવતીનું નામ છે ચર્ચામાં!

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના માચોમેન ગણાતા વ્લાદિમિર પુતિન અંગે એવા અહેવાલ છે કે તેઓ બીજા લગ્ન કરી શકે છે. આવું એટલા માટે કહી શકાય કારણ કે હાલમાં જ રશિયાની રાજધાની મોસ્કોમાં વ્લાદિમિર પુતિને એન્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં દેશ અને દુનિયાના લગભગ 1700 જેટલા પત્રકારો હાજર હતાં. આમ તો આ પ્રેસ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય અને આર્થિક મુદ્દાઓ સંલગ્ન અનેક ગંભીર પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં અને પુતિને તે અંગે જવાબ પણ આપ્યાં. પરંતુ સૌથી રસપ્રદ પ્રશ્ન હતો પુતિનના લગ્નને લઈને અને તેનો જવાબ પણ તેમને બિલકુલ અનોખા અંદાઝમાં આપ્યો. જુઓ તે સવાલ જવાબ....

પત્રકાર- સ્ટેટ ચેનલ એ સવાલ નહીં પૂછે કે તમે લગ્ન ક્યારે કરી રહ્યાં છો? અને તમારા પત્ની કોણ હશે?
પુતિન- આ બંને અલગ અલગ સવાલ છે શું તમારા લગ્ન થઈ ચૂક્યા છે?

પત્રકાર- હાં અને મને તેનો જરાય અફસોસ નથી. 
પુતિન- જુઓ તેમના લગ્ન થઈ ગયા છે અને તેઓ ઈચ્છે છે કે હું તેમની રાહે ચાલું. ચલો બરાબર છે. એક શાલિન વ્યક્તિ હોવાના કારણે મારે આજે નહીં તો કાલે લગ્ન કરવા પડશે. આભાર.

પોતાના લગ્નના સવાલને સાંભળીને પુતિન થોડા અસહજ જરૂર થઈ ગયાં પરંતુ તેમણે આ સાથે સંકેત પણ આપી દીધો કે તેઓ જલદી બીજા લગ્ન કરી શકે છે. જો કે તેમના લગ્ન કોની સાથે થશે તે અંગે તેમણે કોઈ ખુલાસો ન કર્યો. પુતિનના પહેલા પત્નીનું નામ Lyudmila હતું અને બંનેના લગ્ન 1983માં થયા હતાં. પરંતુ જેમ જેમ સમય પસાર થયો કે બંનેના સંબંધો બગડતા ગયાં અને આખરે 2013માં બંનેના ડિવોર્સ થઈ ગયાં. પહેલા લગ્નથી પુતિનને બે પુત્રીઓ છે. એકની ઉંમર 32 વર્ષ છે અને બીજી પુત્રીની ઉંમર 33 વર્ષ છે. જો કે તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળતા નથી. વ્લાદિમિર પુતિન પોતાના અંગત જીવન અને પરિવાર અંગે ખુબ રિઝર્વ રહે છે. 

જો કે  તેમના બીજા લગ્ન કોની સાથે થશે તે અંગે અટકળો વધી ગઈ છે. એવું કહેવાય છે કે રશિયાની પૂર્વ જીમ્નેસ્ટ,  Alina Kabaeva પુતિનના બીજા બત્ની બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પુતિન અને  Alina Kabaeva એકબીજાની ખુબ નજીક છે. પરંતુ સાર્વજનિક રીતે પુતિને ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નથી. તેઓ આ સંબંધ અંગે ખુબ ગુપ્તતા જાળવે છે. પરંતુ લગ્નની વાત કરીને તેમણે કદાચ ઈશારો કરી દીધો કે આવનારા દિવસોમાં તેઓ તેમનાથી 31 વર્ષ નાની  Alina સાથે લગ્ન કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news