પાકિસ્તાન શાં માટે 'રૂહ અફઝા'ને વાઘા બોર્ડર રસ્તે જ ભારત મોકલવા માંગે છે?

પાકિસ્તાની કંપની હમદર્દે ભારતમાં રૂહ અફઝાની આપૂર્તિ માટે નવી ઓફર મૂકી છે.

પાકિસ્તાન શાં માટે 'રૂહ અફઝા'ને વાઘા બોર્ડર રસ્તે જ ભારત મોકલવા માંગે છે?

નવી દિલ્હી: પાકિસ્તાની કંપની હમદર્દે ભારતમાં રૂહ અફઝાની આપૂર્તિ માટે નવી ઓફર મૂકી છે. કંપનીએ આ પ્રસ્તાવ પવિત્ર મુસ્લિમ રમજાન દરમિયાન ગરમીમાં તાજગી લાવનારા આ શરબતની અછત વર્તાતા મીડિયા રિપોર્ટ બાદ મૂક્યો છે. 

એક ભારતીય સમાચાર સાઈટ પરના લેખ પર પ્રતિક્રિયા આપતા હમદર્દ પાકિસ્તાનના મુખ્ય કાર્યકારી ઉસ્મા કુરૈશીએ રૂહ અફઝા શરબતને વાઘા સરહદેથી ભારતમાં મોકલવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. 

એક ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, "અમે આ રમજાન દરમિયાન ભારતમાં રૂહ અફઝા તથા રૂહ અફ્ઝાગોની આપૂર્તિ કરી શકીએ છીએ. જો ભારત સરકાર તરફથી મંજૂરી મળે તો અમે વાઘા બોર્ડરથી ટ્રકોને સરળતાથી મોકલી શકીએ છીએ."

— Usama Qureshi (@UsamaQureshy) May 7, 2019

લેખમાં કહેવાયું છે કે રૂહ અફઝાનું ભારતના બજારમાં ચાર-પાંચ મહિનાથી વેચાણ બંધ છે. તે ઓનલાઈન સ્ટોરમાં પણ ઉપલબ્ધ નથી. 

તેમાં એમ પણ કહેવાયું છે કે હમદર્દ ઈન્ડિયાએ તેના પર કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. જો કે ઉત્પાદન બંધ થવા અંગે કાચા માલની આપૂર્તિમાં કમીને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરાયો છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news