શું તાઇવાન હશે દુનિયાનો બીજો યૂક્રેન? ચીન કરી રહ્યું છે આવી તૈયારી

અમેરિકા, યૂનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયાએ હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની જાહેરાત કરી હતી. તેના પર સ્તબ્ધ ચીને કહ્યું હતું કે આ દેશોને વધુ એક યૂક્રેન જેવા સંકટ ઉભું કરવાથી બચવું જોઇએ. ચીનના આ નિવેદનનો શું અર્થ છે? શું તે તાઇવાન પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યું છે?

શું તાઇવાન હશે દુનિયાનો બીજો યૂક્રેન? ચીન કરી રહ્યું છે આવી તૈયારી

પુષ્પેન્દ્ર કુમાર, નવી દિલ્હી: દરરોજ Russia-Ukraine યુદ્ધની ભયાનક તસવીરો સામે આવી રહી છે. લાખો લોકો બેઘર થઇ ગયા છે. રિફ્યૂજી બનવા માટે મજબૂર બન્યા છે. પોતાના પરિવારથી છૂટા પડી ગયા છે. દુનિયાની અર્થવ્યવસ્થા પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઘણી જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીનના તાઇવાન પર હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ જો આમ થાય તો તેના શું પરિણામ હશે?

યૂક્રેનની સ્થિતિથી ચીનને મળ્યું પ્રોત્સાહન
ગુરૂવારે સમાચાર આવ્યા છે કે US House ની હાલની સ્પીકર Nancy Pelosi આગામી રવિવારે તાઇવાનના પ્રવાસે હશે. પદ પર રહેતા યૂએસ હાઉસના કોઇ સ્પીકરની પાછળ 25 વર્ષમાં આ પ્રથમ પ્રવાસ હશે. ઉલ્લેખનીય છે તેના પર ચીનની તીખી પ્રતિક્રિયા આવશે જ. 

ચીન આપી ચૂક્યું આવું નિવેદન
અમેરિકા, યૂનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયાએ હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની જાહેરાત કરી હતી. તેના પર સ્તબ્ધ ચીને કહ્યું હતું કે આ દેશોને વધુ એક યૂક્રેન જેવા સંકટ ઉભું કરવાથી બચવું જોઇએ. ચીનના આ નિવેદનનો શું અર્થ છે? શું તે તાઇવાન પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યું છે? આ પ્રશ્નના જવાબ માટે અમે ડિફેન્સ એક્સપર્ટ Col (Retd.) Danveer Singh સથે વાત કરી તો તેમણે કહ્યું કે યૂક્રેનની સ્થિતિ જોતાં ચીને તાઇવાન પર હુમલો કરવાનું પ્રોત્સાહન તો મળ્યું છે. યૂક્રેન પર રશિયાના હુમલાને અમેરિકા અને તેના સાથી દેશ મળીને પણ રોકી ન શક્યા. NATO, UN, અમેરિકા કોઇ રશિયાને યૂક્રેન પર બોમ્બમારી કરતાં રોકવામાં સફળ નથયા. આ બધુ જોતાં લાગે છે કે તક મળી તો ચીન તાઇવાન પર હુમલો કરતાં ખચકાશે નહી. અમેરિકાને પણ આ વાતનો અહેસાસ છે. આ જ કારણે અમેરિકાના અધિકારીએ નિવેદન આપ્યું કે ચીન, યૂક્રેનની સ્થિતિને લઇને પાઠ લઇ રહ્યા છે. 

યુક્રેન કરતાં પણ મોટું સંકટ હોઈ શકે છે
Russia-Ukraine અને China-Taiwanની સ્થિતિ એક જેવી નથી. રશિયા અને યુક્રેનની ભાષા, સંસ્કૃતિ બધું જ અલગ છે, જ્યારે તાઈવાન અને ચીનની ભાષા અને સંસ્કૃતિ એક જ છે. Col (RETD.) Danveer Singh ના જણાવ્યા અનુસાર, યુક્રેનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તેનાથી  NATO, US પર કોઈ ખાસ ફરક પડતો નથી. આ દેશને ગમે તે કહેવું હોય, કહેતા રહો. જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો દક્ષિણ કોરિયા અને જાપાન માટે મોટો ખતરો રહેશે. એવામાં શક્ય છે કે આ બંને દેશો અમેરિકાની રાહ જોયા વગર તાઈવાનની મદદ માટે પોતાની સેના ઉતારી દેશે. આ બંને દેશોની સેનાની ગણતરી વિશ્વની શક્તિશાળી સેનાઓમાં થાય છે. સ્વાભાવિક છે કે જો આમ થશે તો પરિસ્થિતિ યુક્રેન કરતા વધુ ખતરનાક અને ગંભીર બનશે.

અમેરિકા પર ઓછો વિશ્વાસ!
યૂર્કેનમાં રશિયાના હુમલા અને અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, તાજેતરમાં થયેલી બે એવી ઘટનાઓ છે જેને અમેરિકાથી દુનિયાનો વિશ્વાસ ઓછો થયો છે. યૂક્રેનની સંપૂર્ણ તબાહી થઇ ગઇ છે પરંતુ અમેરિકા દુનિયાને અનાજ આપનાર દેશની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું. યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી મદદની અપીલ કરી રહ્યા છે પરંતુ જે મદદની આશા તે કરી રહ્યા હતા તે પુરી ન થઇ. અફઘાનિસ્તાનમાં પણ જોવામાં આવ્યું છે કે કયા પ્રકારે અમેરિકા મૂકદર્શક બની અફઘાનિસ્તાનને તાલિબાનની ગિરફ્તમાં જતાં જોઇ રહ્યું. દુનિયાના સૌથી આધુનિક હથિયારો અને રક્ષા ટેક્નોલોજી સજ્જ અમેરિકી સેના મોટરસાઇકલ પર સવાર AK-47 હાથમાં કુર્તો-પાયજામો પહેરી તાલિબાન લડાકુ સામે કશું કરી શકશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news