'દેશની પ્રથમ ટોપલેસ પ્રધાનમંત્રી બનીશ', યુવતીના એક નિવેદનથી આ દેશમાં સન્નાટો છવાયો

યુનાઈટેડ કિંગડમની એક યુવતીએ એવું નિવેદન આપ્યું છે કે જે સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચડ્યું છે. 31 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ (Climate Activist) લોરા એમહર્સ્ટ (Laura Amherst) એ કહ્યું કે તે યુનાઈટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી  (First Topless Prime Minister) બનશે. લોરા એમહર્સ્ટ ગત મહિનાથી ટોપલેસ થઈને ક્લાઈમેટ ચેન્જ માટે લોકોને જાગૃત કરવા પ્રદર્શન કરી રહી છે. 

Updated By: Oct 17, 2021, 01:35 PM IST
'દેશની પ્રથમ ટોપલેસ પ્રધાનમંત્રી બનીશ', યુવતીના એક નિવેદનથી આ દેશમાં સન્નાટો છવાયો

લંડન: યુનાઈટેડ કિંગડમની એક યુવતીએ એવું નિવેદન આપ્યું છે કે જે સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચડ્યું છે. 31 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ (Climate Activist) લોરા એમહર્સ્ટ (Laura Amherst) એ કહ્યું કે તે યુનાઈટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી  (First Topless Prime Minister) બનશે. લોરા એમહર્સ્ટ ગત મહિનાથી ટોપલેસ થઈને ક્લાઈમેટ ચેન્જ માટે લોકોને જાગૃત કરવા પ્રદર્શન કરી રહી છે. 

પોલીટિકલ સાયન્સની વિદ્યાર્થીની
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ લોરા એમહર્સ્ટ હાલ પોલીટિકલ સાયન્સ (Political Science) વિષયનો અભ્યાસ કરી રહી છે. લોરા એમહર્સ્ટે કહ્યું કે હું યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનથી વધુ સારી રીતે સરકાર ચલાવી શકું છું. મને રાજકારણ અંગે બોરિસ જ્હોન્સનથી વધુ ખબર છે. 

પીએમ બન્યા બાદ પણ ટોપલેસ રહીશ
લોરા એમહર્સ્ટે કહ્યું કે આ વર્ષે ગ્રેજ્યુએશનના અભ્યાસનું મારું અંતિમ વર્ષ છે. આગળ હું રાજકારણ પર જ ફોકસ કરીશ. હું પ્રધાનમંત્રી બનવાનું પસંદ કરીશ. પ્રધાનમંત્રી બનીને પણ હું ટોપલેસ રહીશ. હું અન્ય લોકો કરતા કઈક અલગ દેખાઈશ. 

Viral News: यहां Topless होकर सड़क पर उतरी लड़की, बॉयफ्रेंड भी दे रहा है साथ

પહેલીવાર ક્યારે ટોપલેસ થઈ લોરા
તેણે વધુમાં કહ્યું કે મને નથી લાગતું કે પોતાની વાત કહેવા બદલ લોકો આપત્તિ જતાવશે. હું રાજકારણમાં મોટો ફેરફાર લાવવા માંગુ છું અને હું તે કરીને રહીશ. અત્રે જણાવવાનું કે ઈસ્ટ સસેક્સમાં લોરા એમહર્સ્ટે પહેલીવાર ટોપલેસ થઈને પ્રદર્શન કર્યું હતું. 

લોરા અમહર્સ્ટે કહ્યું કે ટોપલેસ થઈને પ્રદર્શન કરવાથી મારી માતા પરેશાન છે. પરંતુ આમ છતાં તે મને સપોર્ટ કરી રહી છે. માતા કહે છે કે કઈ પણ થાય પ્રદર્શન નબળું પડવું જોઈએ નહીં. મને લાગે છે કે હું રાજકારણમાં રેકોર્ડ બનાવીશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube