Yoshihide Suga બન્યા જાપાનના નવા પ્રધાનમંત્રી, ખાસ જાણો તેમના વિશે
જાપાનની સંસદમાં બુધવારે થયેલા મતદાનમાં યોશિહિદે સુગાને ઔપચારિક રીતે નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટી લેવાયા. સ્વાસ્થ્ય કારણોસર શિંજો આબેએ બુધવારે સવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતું. સુગોને સોમવારે જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કરાયા હતાં. આ સાથે જ તેઓ નવા પ્રધાનમંત્રી બનશે તે પણ નક્કી થઈ ગયું હતું.
Trending Photos
ટોકિયો: જાપાનની સંસદમાં બુધવારે થયેલા મતદાનમાં યોશિહિદે સુગાને ઔપચારિક રીતે નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટી લેવાયા. સ્વાસ્થ્ય કારણોસર શિંજો આબેએ બુધવારે સવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતું. સુગોને સોમવારે જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કરાયા હતાં. આ સાથે જ તેઓ નવા પ્રધાનમંત્રી બનશે તે પણ નક્કી થઈ ગયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી.
મંત્રિમંડળના પ્રમુખ સચિવ રહી ચૂકેલા યોશિહિદે સુગા લાંબા સમયથી આબેની નીકટ રહ્યા છે. તેઓ બુધવારે જ પોતાના મંત્રીમંડળની પસંદગી કરશે. આ અગાઉ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ પદ પરથી રાજીનામું આપી દેતા પોતાના ઉત્તરાધિકારીનો રસ્તો ક્લિયર કરી દીધો હતો. જાપાનના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેલા આબેએ ગત મહિને જાહેરાત કરી હતી કે તેઓ સ્વાસ્થ્ય કારણોસર પદ છોડશે.
Heartiest congratulations to Excellency Yoshihide Suga on the appointment as Prime Minister of Japan @kantei. I look forward to jointly taking our Special Strategic and Global Partnership to new heights. @sugawitter
— Narendra Modi (@narendramodi) September 16, 2020
મંત્રિમંડળના પ્રમુખ સચિવ યોશિહિદે સુગાની સોમવારે જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા તરીકે પસંદ કરાયા તાં અને આ સાથે જ તેઓ નવા પ્રધાનમંત્રી બનશે તે પણ નક્કી થઈ ગયું હતું. તેઓ આબેની ખુબ નીકટ છે અને 2006થી તેમના સમર્થક રહ્યા છે. આબેના ઉત્તરાધિકારીને પસંદ કરવા માટે આંતરિક મેદાનમાં સુગાને સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં 377 મત મળ્યા અને અન્ય બે દાવેદારોને 157 મત મળ્યા હતાં.
સુગાએ કહ્યું કે તેઓ આબેની નીતિઓને આગળ વધારશે અને તેમની પ્રાથમિકતા કોરોના વાયરસને પહોંચી વળવાની અને વૈશ્વિક મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને સારી બનાવવાની રહેશે. યોશોહિદે સુગા એક સામાન્ય ખેડૂતના પુત્ર છે. તેમના પિતા સ્ટ્રોબેરીની ખેતી કરતા હતાં. પોતાના ગૃહનગરમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ટોકિયો ગયા. એક મીડિયા રિપોર્ટ મુજબ પોતાનો ખર્ચ કાઢવા માટે તેમણે એક સમયે કાર્ડબોર્ડ ફેક્ટરીમાં નોકરી કરવી પડી હતી તો ક્યારેક ફિશ માર્કેટમાં પણ કામ કર્યું હતું. હકીકતમાં સુગા કામની સાથે જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતાં. અહીં નોકરી કરીને તેમને ખર્ચ કાઢવામાં મદદ મળતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે