વડોદરા ખાતે ABB દ્વારા ભારતનાં પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ સોલાર માઇક્રોગ્રીડનું ઉદ્ધાટન

ભારત ન માત્ર વિકાસ બાબતે પણ પુન:પ્રાપ્ય ઉર્જાનાં ઉપયોગ બાબતે પણ વિશ્વગુરૂ બનવા તરફ અગ્રેસર

વડોદરા ખાતે ABB દ્વારા ભારતનાં પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ સોલાર માઇક્રોગ્રીડનું ઉદ્ધાટન

વડોદરા : એબીબીએ ગુરૂવારે ગુજરાતનાં વડોદરા પ્લાન્ટ ખાતે ઉન્નત ટેક્નોલોજી ધરાવતી માઇક્રોગ્રીડ સોલ્યુશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. એબીબીનો આ સૌથી મોટો અને અત્યાધુનિક પ્લાન્ટ છે. જેમાં 3000થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝરલેન્ડ બેઝ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની દિગ્ગજ કંપની એબીબીને ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઘણી તકો હોવાનું લાગી રહ્યું છે. 

એબીબીનાં પ્રેસિડેન્ટ ક્લાઉડિયો ફેચીને જણાવ્યું કે, ભારત એક ખુબ જ ઝડપથી વિકાસ પામી રહેલો દેશ છે. જો કે આ વિકાસની સાથે સાથે એનર્જી ક્ષેત્રમાં પણ ભારતમાં ઘણો વિકાસ શક્ય છે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ ભારતમાં વધે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. વડોદરા ખાતેનાં માઇક્રોગ્રીડ પ્લાન્ટનું ઉદ્ધાટન કરતા ક્લાઉડિયોએ વધુમાં જણાવ્યું કે, સોલાર એનર્જી ક્ષેત્રમાં ભારતમાં ઘણી ઉજળી તકો રહેલી છે. ઉપરાંત આ રિન્યુએબલ એનર્જીનાં ઉપયોગથી ઇલેક્ટ્રીસીટીનાં બીલથી માંડીને ફ્યુલ સહિતનાં ઘણા સંસાધનોનાં ખર્ચાઓ ઘટાડી શકાય છે. 

કંપની દ્વારા વડોદરા ખાતે પોતાનાં સૌથી મોટા પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાની સાથે સાથે પાવર ટેક ઇન્સ્ટિટ્યુટ અને નોલેજ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે. આ આ ઇન્સ્ટિટ્યુટમાં કરન્ટ અને ફ્યુચર પવર ટેક્નોલોજી અંગેનો અભ્યાસ કરવામાં આવશે. ક્લાઉડિયાએ જણાવ્યું કે, આ સંસ્થા સંપુર્ણ  રિન્યુએબલ એનર્જીને વરેલી છે. તે પોતાનાં રિન્યુએબલ એનર્જીનાં મહત્તમ વ્યાપનાં કમિટમેન્ટને ઉદ્દેશીને કામગીરી કરી રહી છે. 

આ અંગે કંપનીનાં ભારત એકમનાં ચીફ એક્ઝેક્યુટીવ ઓફીસર અને મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ શર્માએ જણાવ્યું કે, મેક ઇન ઇન્ડિયાનાં વડાપ્રધાન મોદીનાં સ્વપ્નને સાકાર કરવા માટે પુન:પ્રાપ્ય, પોષણક્ષમ ભાવ અને સરળતાથી મળતી પુનપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રો વિકસાવવો ખુબ જ જરૂરી છે. એબીબી આ જ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રેહલી કંપની છે. ભારતનાં વિકાસને તો વેગ મળશે જ પરંતુ સાથે સાથે પર્યાવરણને પણ કોઇ જ નુકસાન નહી પહોંચે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news