રેલવે સ્ટેશન નહીં ફેલાય કોરોના વાયરસ? યાત્રિકોને મળવા લાગી એરપોર્ટ જેવી સુરક્ષા


ભારતીય રેલવેએ પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હવે યાત્રિકોની ટિકિટ બુકિંગ બાદ મોબાઇલ પર એક ક્યૂઆર કોડ મોકલવામાં આવી રહ્યો છે. 
 

રેલવે સ્ટેશન નહીં ફેલાય કોરોના વાયરસ? યાત્રિકોને મળવા લાગી એરપોર્ટ જેવી સુરક્ષા

નવી દિલ્હીઃ હવે તમને રેલવે સ્ટેશનો (Railway Station)માં કોરોના વાયરસ  (COVID19)નો ડર લાગશે નહીં. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી સુરક્ષા આપવામાં આવી રહી છે. ટિકિટ લેવાથી બધા કામ કોઈના સંપર્કમાં આવ્યા વગર કરવામાં આવી રહ્યાં છે. આવી વ્યવસ્થા લાગૂ થવાથી યાત્રિકોમાં કોરોન વાયરસ ફેલવાની સંભાવના ખુબ ઓછી થઈ ગઈ છે. 

પ્રયાગરાજમાં શરૂ થઈ નવી વ્યવસ્થા
ભારતીય રેલવે  (Indian Railways)એ પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી છે. હવે યાત્રિકોની ટિકિટ બુકિંગ બાદ મોબાઇલ પર ક્યૂઆર કોડ  (QR Code) મોકલવામાં આવી રહ્યો છે. યાત્રિકોએ ટિકિટ કાઉન્ટર પર ક્યૂઆર કોડ દેખાડવાનો હોય છે, રિઝર્વેશન કાઉન્ટર ક્લાર્ક ક્યૂઆર કોડને સ્કેન કરીને બોર્ડિંગ ટિકિટ જારી કરે છે. યાત્રિ બોર્ડિંગ પાસ પોતાની સામે રાખેલા મશીનમાંથી કાઢી શકે છે. અહીં યાત્રિકો અને રેલવે કર્મચારીઓ વચ્ચે કોન્ટેક્ટને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. અહીં ટિકિટ કાઉન્ટર ક્લાર્ક અને યાત્રિકમાંથી કોઈને ટિકિટ કે ડોક્યૂમેન્ટને અડવાની જરૂર પડતી નથી. 

હવે સેનામાં મહિલા ઓફિસર પણ મેળવી શકશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી  

વેબ કેમેરાની મદદ લેવામાં આવે છે
યાત્રિકોની સાચી ઓળખાણ કરવા માટે ટિકિટ કાઉન્ટર (Ticket Counter)ની પાસે એક વેબ કેમેરો લગાવવામાં આવ્યો છે. ટિકિટ ક્લાર્ક યાત્રિના ઓળખ કાર્ડ અને ચહેરાને વેક કેમેરાની મદદથી વેરિફાઇ કરી શકે છે. સાથે ટિકિટ કાઉન્ટરની પાસે એક સ્ક્રીન લગાવવામાં આવી છે. યાત્રિકો તેની મદદથી યાત્રાની જાણકારી મેળવી શકે છે. 

મહત્વનું છે કે ભારતીય રેલવે 12 મેથી 30 એસી કોચ વાળી સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. આ સિવાય 200 અન્ય ટ્રેનોનું પણ સંચાલન થઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news