એક PHOTO એ ગજબ કરી નાખ્યો, આનંદ મહિન્દ્રાએ કહ્યું- 'મારી બોલતી બંધ કરી દીધી'

Mahindra&Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના મજેદાર ટ્વીટ્સના કારણે તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આમ તો આનંદ મહિન્દ્રા પોતાના હાજરજવાબીપણા માટે જાણીતા છે. અનેકવાર તેઓ ફેન્સની ટ્વીટના એવા જવાબ આપે છે કે સામેવાળાની બોલતી બંધ થઈ જાય છે. પરંતુ આ વખતે કઈંક એવું થયું કે તેમણે પોતે લખવું પડ્યું કે તેમની જ બોલતી બંધ થઈ ગઈ છે. 

Updated By: Nov 29, 2020, 09:56 AM IST
એક PHOTO એ ગજબ કરી નાખ્યો, આનંદ મહિન્દ્રાએ કહ્યું- 'મારી બોલતી બંધ કરી દીધી'

નવી દિલ્હી: Mahindra&Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના મજેદાર ટ્વીટ્સના કારણે તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આમ તો આનંદ મહિન્દ્રા પોતાના હાજરજવાબીપણા માટે જાણીતા છે. અનેકવાર તેઓ ફેન્સની ટ્વીટના એવા જવાબ આપે છે કે સામેવાળાની બોલતી બંધ થઈ જાય છે. પરંતુ આ વખતે કઈંક એવું થયું કે તેમણે પોતે લખવું પડ્યું કે તેમની જ બોલતી બંધ થઈ ગઈ છે. 

વાત જાણે એમ છે કે આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં બે પ્રકારના ફેસ માસ્ક જોવા મળી રહ્યા છે. એક માસ્ક પર લખ્યું છે કે છોકરાવાળા અને બીજા માસ્ક પર લખ્યું છે કે છોકરીઓવાળા. 

આ ફોટો શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે 'મને નથી ખબર કે ખુશ થઈ જઉ કે ભયભીત થઉ. સાચે જ આ માસ્કે મારી બોલતી બંધ કરી દીધી.'

વાત જાણે એમ છે કે આ માસ્ક જોઈને અંદાજો લગાવી શકાય છે કે તેને ખાસ કરીને લગ્ન માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં છોકરીવાળા અને છોકરાના પરિવારવાળા પહેરશે. આ વિચાર જ એક રીતે મજેદાર અને ડરામણો બંને છે કારણ કે કોરોનાસંકટ કાળમાં આવા પણ દિવસો જોવા પડશે. લગ્નોમાં લોકો એકબીજાના મોઢા જોઈને નહીં પરંતુ માસ્ક જોઈને ઓળખશે કે કોણ છોકરીવાળા અને કોણ છોકરાવાળા તરફથી છે. 

આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ પર અનેક મજેદાર કોમેન્ટ્સ પણ જોવા મળી છે. એક યૂઝરે લગ્નનું કાર્ડ બતાવ્યું છે જેમાં સેનેટાઈઝર છે જેથી કરીને જ્યારે તમે કાર્ડ ખોલો તો પહેલા તમારા હાથને સેનેટાઈઝ કરી લો. 

એક બીજા યૂઝરે લખ્યું છે કે આ રાજકારણમાં પણ કરી દેવું જોઈએ. વિચારો કે સરકાર અને વિપક્ષ સંસદમાં કેવા લાગશે. અનેક યૂઝર્સે આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સનો તે સીન શેર કર્યો છે જેમાં ફિલ્મમાં 3 મેઈન પાત્રો આમંત્રણ વગર લગ્નમાં પહોંચી જાય છે. યૂઝર્સે લખ્યું છે કે હવે આવા મહેમાનોનું શું થશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube