Best Mutual Funds: એક વર્ષમાં અધધ રિટર્ન, કરોડપતિ બનવું હોય તો નોંધી લો આ મ્યુચ્યુઅલ ફંડનું લીસ્ટ

Top Performing Mutual Funds: આજે અમે તમને તે સ્મોલકેપ, મિડકેપ અને લાર્જકેપ ફંડ્સ વિશે જણાવીશું, જેણે રોકાણકારોને એક વર્ષમાં 44 ટકાથી 70 ટકા સુધીનું વળતર આપ્યું છે. AMFI રિપોર્ટ દ્વારા સ્મોલકેપ, લાર્જકેપ અને મિડકેપ ફંડ્સના પ્રદર્શન વિશે માહિતી આપવામાં આવી છે.

Best Mutual Funds: એક વર્ષમાં અધધ રિટર્ન, કરોડપતિ બનવું હોય તો નોંધી લો આ મ્યુચ્યુઅલ ફંડનું લીસ્ટ

Best Mutual Funds: તમે ઘણાંના મોઢે સાંભળ્યું હશે કે સારી કમાણી કરવી હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકરો. પણ આખરે ક્યા ફંડમાં રોકાણ કરવું એ મોટો સવાલ છે. ત્યારે અહીં જણાવવામાં આવી છે એ માર્કેટમાં મળતા ફંડમાંથી સૌથી બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ અને તેના એક વર્ષના વળતરની વિગતો. આ લીસ્ટ નોંધી લેશો તો તમે જરૂર કરોડપતિ બની જશો. યોગ્ય દિશામાં કરવું પડશે રોકાણ...જાણો ટોપ મ્યુચ્યુઅલ ફંડ વિશે જેણે આપ્યું છે અધધ વળતર...

નવું ફાઈનાશિયલ ઈયર શરૂ થવા જઈ રહ્યું છે એ પહેલાં આ મ્યુચ્યુઅલ ફંડ અંગેની જાણકારી તમને ખુબ કામ લાગી શકે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં હોવ તો આ રહ્યું લીસ્ટ જે માર્કેટમાં સૌથી વધુ આપી ચુક્યા છે વળતર. આજે અમે તમને સ્મોલકેપ, મિડકેપ અને લાર્જકેપના તે ફંડ્સ વિશે જણાવીશું, જેણે એક વર્ષમાં રોકાણકારોને 44 ટકાથી 70 ટકા સુધીનું વળતર આપ્યું છે. AMFIના રિપોર્ટ અનુસાર, આ ફંડના વળતર વિશે માહિતી આપવામાં આવી છે.

સ્મોલ કેપ ફંડ્સ-
સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન વિશે વાત કરીએ તો, આજે અમે તમને ટોચ પરફોર્મિંગ ફંડ્સ વિશે જણાવીશું, જેમણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 50 ટકાથી વધુ વળતર આપ્યું છે. સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ્સ છે જે તેમની સંપત્તિના ઓછામાં ઓછા 65 ટકા સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે.

એક વર્ષમાં સ્મોલકેપ ફંડ્સનું વળતર - (Small Cap Fund)
>> Bandhan Small Cap Fund - 69.54 ટકા વળતર
>> Quant Small Cap Fund - 66.51 ટકા વળતર
>> Mahindra Manulife Small Cap Fund - 65.84 ટકા વળતર
>> ITI Small Cap Fund - 62.71 ટકા વળતર
>> Invesco India Smallcap Fund – 53.24 ટકા વળતર
>> Franklin India Smaller Companies Fund - 52.90 ટકા વળતર

મિડ કેપ ફંડ્સ-
મિડકેપ શેરોએ પણ આ નાણાકીય વર્ષમાં રોકાણકારોને સુંદર વળતર આપ્યું છે. સેબીના નિર્દેશો અનુસાર મિડકેપ શેર્સમાં લઘુત્તમ 65 ટકા રોકાણ જરૂરી છે. ચાલો તમને તે ટોચના મિડકેપ શેરો વિશે જણાવીએ, જેણે રોકાણકારોને 56 ટકાથી 65 ટકા સુધીનું વળતર આપ્યું છે.

એક વર્ષમાં મિડકેપ ફંડનું વળતર - (Mid Cap Fund)
>> Quant Mid Cap Fund - 65.56 ટકા વળતર
>> ITI Mid Cap Fund – 62.70 ટકા વળતર
>> Motilal Oswal Midcap Fund – 60.37 ટકા વળતર
>> Mahindra Manulife Mid Cap Fund – 59.61 ટકા વળતર
>> HDFC Mid-Cap Opportunities Fund - 57.23 ટકા વળતર
>> JM Midcap Fund – 56.98 ટકા વળતર

લાર્જ કેપ ફંડ્સ-
જો આપણે લાર્જ કેપ ફંડ્સ વિશે વાત કરીએ, તો આ ફંડ્સે રોકાણકારોને 44 ટકાથી 52 ટકા સુધીનું વળતર આપ્યું છે. આ ફંડ્સમાં, વ્યક્તિની લગભગ 80 ટકા સંપત્તિ લાર્જ કેપ શેર્સમાં રોકાણ કરવાની હોય છે.

એક વર્ષમાં લાર્જકેપ ફંડનું વળતર - (Large Cap Fund)
>> Quant Large Cap Fund- 52.38 ટકા વળતર
>> Bank of India Bluechip Fund – 47.74 ટકા વળતર
>> JM Large Cap Fund – 45.42 ટકા વળતર
>> Nippon India Large Cap Fund – 44.82 ટકા વળતર
>> Taurus Large Cap Fund – 44.04 ટકા વળતર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news