કોરોનાનો કહેર, અબજોપતિઓના એક સપ્તાહમાં 444 અબજ ડોલર ડૂબ્યા

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, વિશ્વના 500 સૌથી ધનવાન લોકોની સંપત્તિને માત્ર સોમવારે 139 અબજ ડોલરનું નુકસાન થયું હતું. આ સપ્તાહે તેમની કુલ સંપત્તિને 444 અબજ ડોલરનું નુકસાન થયું છે.   

Updated By: Feb 29, 2020, 04:01 PM IST
કોરોનાનો કહેર, અબજોપતિઓના એક સપ્તાહમાં 444 અબજ ડોલર ડૂબ્યા

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ગ્લોબલ માર્કેટ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. શુક્રવારે સેન્સેક્સના ઈતિહાસનો બીજો સૌથી મોટો 1448 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. આવી સ્થિતિ વિશ્વના અન્ય શેરબજારોની પણ રહી છે. અમેરિકી શેર માર્કેટ ડાઉ જોન્સમાં એક સપ્તાહમાં 12 ટકાનો ઘટાડો આવ્યો જે 2008ની મંદી બાદ સૌથી વધુ છે. શેર માર્કેટમાં આટલો મોટો ઘટાડો આવવાને કારણે વિશ્વના અબજોપતિઓના લાખો કરોડ રૂપિયા ડૂબી ગયા છે. 

જેફ બેજોસ
વિશ્વના ટોપ-5 અબજોપતિઓને આ સપ્તાહે 36 અબજ ડોલરનું નુકસાન થયું છે. વિશ્વના સૌથી ધનવા અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસની સંપત્તિને 12 અબજ ડોલરનું નુકસાન થયું છે. પરંતુ તે હજુ વિશ્વના સૌથી ધનવા વ્યક્તિ છે. 

બિલ ગેટ્સ
વિશ્વના બીજા સૌથી ધનવાન અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સની સંપત્તિને 5.7 અબજ ડોલરનું નુકસાન થયું છે. હવે તેમની કુલ સંપત્તિ 112.6 અબજ ડોલર છે. 

1 માર્ચથી દેશમાં લાગુ થશે પાંચ મોટા નિયમ, તમને થશે સીધી અસર

વોરેન બફેટ
બર્કશાયર હેથવેના વોરેન બફેટને કુલ 6.1 અબજ ડોલરનું નુકસાન થયું છે. 

માર્ક ઝુકરબર્ગ
વિશ્વના પાંચમાં સૌથી ધનવા વ્યક્તિ અને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને 7 અબજ ડોલરનું નુકસાન થયું છે. 

એલન મસ્ક
ટેલ્સાના CEO એલન મસ્કને કુલ 6.8 અબજ ડોલરનું નુકસાન થયું છે. નુકસાનના મામલામાં તેઓ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 71.4 અબજ ડોલર રહી ગઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બિઝનેસના અન્ય સમાચાર