ડીઝલના ભાવમાં ફરી તેજી, જાણો શું છે આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ

ડીઝલ (Diesel)ના ભાવમાં મંગળવારે 7 દિવસ બાદ ઉછાળો આવ્યો છે. પેટ્રોલ (Petrol)ના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો કર્યો છે. જોકે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચે છે. 

ડીઝલના ભાવમાં ફરી તેજી, જાણો શું છે આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ

નવી દિલ્હી: ડીઝલ (Diesel)ના ભાવમાં મંગળવારે 7 દિવસ બાદ ઉછાળો આવ્યો છે. પેટ્રોલ (Petrol)ના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો કર્યો છે. જોકે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચે છે. 

જાણકારોનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોના (Corona)ના પ્રકોપના લીધે ક્રૂડ ઓઇલની માંગ (Crude oil demand) ઘટવાની આશંકાઓ વચ્ચે કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે. 

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 80.43 રૂપિયા, 82.10 રૂપિયા, 87.19 રૂપિયા અને 83.63 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલના ભાવ ચાર મહાનગરોમાં ક્રમશ: 80.78 રૂપિયા, 75.89 રૂપિયા, 79.05 રૂપિયા અને 77.91 રૂપિયા પ્રતિ લીટર છે. 

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ (ICE) પર બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેંટ ક્રૂડના સપ્ટેમ્બર વાયદા કોન્ટ્રાક્ટમાં ગત સત્રમાં 0.35 ટકાની મજબૂતી સાથે 42.95 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો છે, જ્યારે તે પહેલાં સોમવારે બ્રેંટનો ભાવ કારોબાર દરમિયાન 43.09 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો હતો. 

જોકે ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેંજ પર અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટના ઓગસ્ટ વાયદા કરારમાં ગત સત્રથી 0.66 ટકા નબળાઇ સાથે 40.38 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે આ પહેલાં ભાવ 40.25 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યો હતો. 

દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે. 

આ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ
પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news