ખંભાળિયા અને જામનગરમાં વરસાદે ફરી જોર પકડ્યું, NDRFએ સ્થળાંતર કામગીરી શરૂ કરી

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જામનગર અને દ્વારા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી વરસાદે જોર પકડ્યું છે. ખંભાળિયામાં આજે છેલ્લા બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ખંભાળિયામા પણ મેઘ તાંડવ યથાવત છે. સવારે 6 થી 10 માં વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામા બે કલાકમાં 4 ઇંચ વરસાદ, જામનગરના જામજોધપુરમા 3 ઇંચ વરસાદ, તો પોરબંદરના રાણાવાવમા પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 
ખંભાળિયા અને જામનગરમાં વરસાદે ફરી જોર પકડ્યું, NDRFએ સ્થળાંતર કામગીરી શરૂ કરી

હિતલ પારેખ/મુસ્તાક દલ/ગાંધીનગર :હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જામનગર અને દ્વારા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી વરસાદે જોર પકડ્યું છે. ખંભાળિયામાં આજે છેલ્લા બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ખંભાળિયામા પણ મેઘ તાંડવ યથાવત છે. સવારે 6 થી 10 માં વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામા બે કલાકમાં 4 ઇંચ વરસાદ, જામનગરના જામજોધપુરમા 3 ઇંચ વરસાદ, તો પોરબંદરના રાણાવાવમા પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 

અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ : 2 મહીના રીક્ષાઓ બંધ રહી, તો હવે ફરી બંધ ન પોસાય તેવું ચાલકોએ કહ્યું...

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાંના ખંભાળિયામાં ખાબક્યો છે. જામનગરના લાલપુર અને જામજોધપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે. આવામાં જામનગરના ધ્રોલ તાલુકાના નાથુવાદલા ગામના 2 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. NDRF ટીમ દ્વારા બે યુવાનોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 

જામનગર શહેરમાં પણ વરસાદ ખાબકતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ કારણે જામનગરની રંગમતી અને નાગમતી નદીમાં ભારે પૂર આવતા નાગેશ્વર વિસ્તાર શહેરથી વિખૂટો પડી ગયો છે. તેમજ નદીના પાણીમાં વાહનો ડૂબતા નજરે પડી રહ્યા છે. જામનગર શહેરમાં NDRFની ટીમ ફાળવવામાં આવી છે. એનડીઆરએફની ટીમ દ્વારા જોડિયાના વિસ્તારોમાં લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જામનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે. 

જગત મંદિર દ્વારકા પર દરરોજ ચઢતી ધ્વજાનો દંડ ભારે વરસાદ અને પવનને કારણે તૂટી પડ્યો છે. રાત્રિનાં વરસાદ અને પવનને કારણે ધ્વજ દંડ તૂટ્યો હતો. દેવસ્થાન સમિતિ દ્વારા મરમત કરાવવા કારીગરો બોલાવાયા છે. પવન અને વરસાદ રહેતા મરામત તાત્કાલિક હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જગત મંદિર દ્વારકા પર રોજ 5 ધજા ચઢે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news