Gold Rate Today: રાતોરાત વધ્યા સોનાના ભાવ, ઉછળીને ક્યાં પહોંચ્યું સોનું? જાણો લેટેસ્ટ રેટ
બુલિયન માર્કેટમાં આજે સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઘરેલુ અને વિદેશી બંને બજારોમાં તેજી છે. જો કે ગઈ કાલે મોંઘવારીના આંકડાના કારણે સોનાના ભાવ તૂટ્યા હતા.
Trending Photos
બુલિયન માર્કેટમાં આજે સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઘરેલુ અને વિદેશી બંને બજારોમાં તેજી છે. જો કે ગઈ કાલે મોંઘવારીના આંકડાના કારણે સોનાના ભાવ તૂટ્યા હતા. પણ અમેરિકામાં અનુમાનથી વધુ રહ્યા. તેનાથી વ્યાજદરોમાં કાપને લઈને ચિંતા છે. હાલ સોના અને ચાંદી બંનેના ભાવમાં વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે. પણ બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ તૂટ્યા છે.
વાયદા બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. MCX પર સોનાનો ભાવ 410 રૂપિયા ઉછળીને 62198 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 483 રૂપિયા ચડ્યા છે અને એક કિલો ચાંદીનો ભાવ 71837 રૂપિયા જોવા મળ્યો છે.
આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 71 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ હાલ 62333 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 65 રૂપિયા ચડીને 62083 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી ચાંદી 294 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 71238 રૂપિયાના સ્તરે છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે