સામાન્ય લોકોને ઝટકો, સેવિંગ ડિપોઝિટ, PPF, બચત ખાતાના વ્યાજદરમાં થયો ઘટાડો

1 એપ્રિલ 2021થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે. આ પહેલા કેન્દ્ર સરકારે તમામ લોકોને ઝટકો આપ્યો છે. તમામ પ્રકારની બચત પર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. 
 

સામાન્ય લોકોને ઝટકો, સેવિંગ ડિપોઝિટ, PPF, બચત ખાતાના વ્યાજદરમાં થયો ઘટાડો

નવી દિલ્હીઃ ભારત સરકારના નાણા મંત્રાલયે (Finance Ministry) બચત ખાતા પર વ્યાજ ઘટાડવાની જાહેરાત કરી છે. આ આદેશ ઓછા સમયના બચત ખાતા પર લાગૂ થશે. નવા આદેશ પ્રમાણે હવે વાર્ષિક 4%ની જગ્યાએ 3.5% ના દરથી વ્યાજ મળશે. આ વિશે નાણામંત્રાલયે નોટ જારી કરી છે. આ જાહેરાતની અસર પીપીએફ બચત ખાતા, કિસાન બચત યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકો પર પણ પડશે. સરકારે તેના વ્યાજદરમાં પણ ઘટાડો કર્યો છે. 

સીનિયર સિટિઝનને પણ મળશે ઓછુ વ્યાજ
સરકારના આ આદેશ પ્રમાણે હવે વરિષ્ઠ નાગરિકોને મળવા વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા તેને 7.4 ટકાના વ્યાજદરથી વ્યાજ મળતું હતું, હવે તેને 6.5 ટકાના દરે વ્યાજ મળશે.

સુકન્યા સમૃદ્ધિ ખાતા ધારકોને પણ નુકસાન
સરકારે સુકન્યા યોજના હેઠળ ઉંચા વ્યાજ દરની જાહેરાત કરી હતી. અત્યાર સુધી સુકન્યા સમૃદ્ધિ ખાતા ધારકોને 7.6 ટકાના દરથી વ્યાજ મળતું હતું, જે વાર્ષિક હતું. પરંતુ હવે આ વ્યાજદર ઘટી 6.9 ટકા થઈ ગયો છે. 

આ યોજનાઓમાં રોકાણ કરનારને પણ નુકસાન
સરકારે રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કરનારને પણ ઝટકો આપ્યો છે. હવે આ યોજનામાં રોકાણ કરનારને 6.8 ટકાની જગ્યાએ 5.9 ટકાના દરથી વ્યાજની ચુકવણી કરવામાં આવી છે. તો દેશમાં નોકરી કરતા લોકો માટે સૌથી ફાયદાવાળી પીપીએફ સ્કીમના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. હવે પીપીએફ ખાતા પર 7.1 ટકાની જગ્યાએ 6.4 ટકાના દરે વ્યાજ મળશે. એટલું જ નહીં સરકારે કિસાન વિકાસ પત્ર ધારકોને પણ ઝટકો આપી દીધો છે. પહેલા કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકાના દરે વ્યાજ મળતું હતું અને તે 124 મહિનામાં મેચ્યોર થતી હતી. પરંતુ હવે આ યોજના હેઠળ 6.2 ટકાના દરથી વ્યાજ મળશે અને તેનો મેચ્યોરિટી સમય પણ 124 મહિનાથી વધારી 138 મહિના કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news