વધુ એક રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો શું થઇ શકે છે જાહેરાત
લોકડાઉન (Lockdown) બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. દેશની આર્થિક ગતિને પાટા પર લાવવા માટે જલદી જ કેન્દ્ર સરકાર એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.
Trending Photos
કલકત્તા: લોકડાઉન (Lockdown) બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. દેશની આર્થિક ગતિને પાટા પર લાવવા માટે જલદી જ કેન્દ્ર સરકાર એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સરકાર ગમે તે રીતે અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની યોજનાઓ બનાવી રહી છે.
RBI એ આપ્યા રાહત પેકેજના સંકેત
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશક એસ ગુરૂમૂર્તિએ મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર 'કોવિડ સંકટ બાદ' સપ્ટેમબરમાં અંતિમ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. ગુરૂમૂર્તિએ ભારત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક વેબિનારમાં કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડથી વધુના પેકેજને વચગાળાનો ઉપાય ગણવામાં આવે છે.
સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થઇ શકે છે જાહેરાત
આરએસએસ વિચારકએ કહ્યું કે 'અંતિમ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કોવિડ સંકટ બાદ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થવાની આશા છે. તેમણે કહ્યું કે 'યૂરોપીય દેશ અને અમેરિકન નુકસાનને ભરવા માટે મુદ્વાનું છાપકામ કરી રહ્યા છે. જ્યારે ભારત માટે એવી જોઇ સંભાવના નથી. ગુરૂમૂર્તિએ કહ્યું કેન્દ્રીય બેંકએ અત્યાર સુધી નુકસાન મુદ્રીકરણના વિકલ્પ પર કોઇ વિચાર કર્યો નથી.
નુકસાનાનના મુદ્રીકરણ હેઠળ કેન્દ્રીય બેંક સરકારની ખર્ચ જરૂરિયાતોને પુરી કરવા માટે સરકારી બોન્ડ ખરીદવાના છે અને બદલામાં પોતાની નિધિ અથવા નવી નોટ છાપીને ધનરાશિ આપે છે.
તેમણે કહ્યું કે ભારત ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સરકારે એક એપ્રિલથી 15 મે સુધી જન-ધન બેંક એકાઉન્ટમાં 16,000 કરોડ જમા કરાવ્યા છે. તેમણે કહ્યું કે આશ્વર્યની વાત એ છે કે તે ખાતાઓમાંથી ઘણા પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. તેનાથી ખબર પડે છે કે સંકટનું સ્તર એટલું વધુ નથી. તેમણે કહ્યું કે કોવિડ સંકટ બાદ યુગમાં દુનિયા 'બહુપક્ષીયાવાદ થી દ્વિપક્ષીયવાદ'માં બદલાઇ જશે અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વાપસી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે