બિહાર: 'મોદી મેજિક'થી મહાગઠબંધનને મળી રહી છે પછડાટ? ભાજપે પોતાના દમ પર પલટી બાજી

બિહાર વિધાનસભા ચૂંટણીના શરૂઆતના ટ્રેન્ડમાં મહાગઠબંધન જબરદસ્ત લીડ ધરાવતું હતું પરંતુ હવે બાજી પલટાતી જોવા મળી રહી છે. હાલ ટ્રેન્ડ મુજબ એનડીએને 117 બેઠકો પર અને મહાગઠબંધનને 106 બેઠકો પર લીડ મળી છે.

બિહાર: 'મોદી મેજિક'થી મહાગઠબંધનને મળી રહી છે પછડાટ? ભાજપે પોતાના દમ પર પલટી બાજી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના શરૂઆતના ટ્રેન્ડમાં મહાગઠબંધન જબરદસ્ત લીડ ધરાવતું હતું પરંતુ હવે બાજી પલટાતી જોવા મળી રહી છે. હાલ ટ્રેન્ડ મુજબ એનડીએને 117 બેઠકો પર અને મહાગઠબંધનને 106 બેઠકો પર લીડ મળી છે. જ્યારે 10 પર અન્ય આગળ છે. જો એનડીએની વાત કરીએ તો ભાજપ 65 બેઠકો પર આગળ છે. જેડીયુ 38 બેઠકો પર આગળ છે. જ્યારે વીઆઈપી 4 બેઠકો પર લીડ ધરાવે છે. જો મહાગઠબંધનની વાત કરીએ તો તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સૌથી વધુ 78 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 19 બેઠકો પર આગળ છે. 

જેને જોતા તમામ પ્રમુખ પક્ષો પર નજર કરીએ તો મોટું નુકસાન જેડીયુને થયું જોવા મળે છે. સૌથી વધુ ફાયદો ભાજપને થયો છે. જેડીયુને ગત વિધાનસભા ચૂંટમીમાં 71 બેઠકો મળી હતી. પરંતુ હાલ માત્ર 38  બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 53 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે 65 પર હાલ આગળ છે. આરજેડીને ગત ચૂંટણીમાં 80 બેઠકો મળી હતી. આ વખતે 78 પર આગળ છે. જેને જોતા હાલ તો સૌથી મોટો રાજકીય લાભ ભાજપને મળી રહ્યો હોય તેવું લાગે છે. 

ચિરાગ ફેક્ટર
જેડીયુ પર જો નજર ફેરવીએ તો હાલ જે ટ્રેન્ડ આવી રહ્યા છે જેડીયુના રસ્તામાં સૌથી મોટો પથરો ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી બનતી જોવા મળી રહી છે. એલજેપીએ પોતાના તમામ ઉમેદવારોને જેડીયુ વિરુદ્ધ ઉતાર્યા હતા. હાલ એલજેપી 6 બેઠકો પર આગળ છે. જેને જોતા જેડીયુ વિરુદ્ધ એલજેપી સૌથી મોટો વોટકટવા પાર્ટી સાબિત થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news