કરોડોની કમાણી તો આ ધંધામાં જ છે! આ વર્ષે પણ થવાની છે સાડા ચાર લાખ કરોડની રેલમછેલ

કોઈપણ બિઝનેસ કરતા વધુ કમાણી જો કોઈ ધંધામાં હોય તો એ છે લગ્નનો બિઝનેસ. મેરેજ ઈવેન્ટ મેનેજમેન્ટ, કેટરીંગથી માંડીને ઓવરઓલ વેડિંગ. ભારતમાં ચાલુ વર્ષે ૩૫ લાખ લગ્નો દ્વારા રૂ. ૪.૨૫ લાખ કરોડનો સૌથી વધુ બિઝનેસથશે. ૨૩દિવસના લગ્નગાળામાં વેપારીઓ,હોટેલ્સ,ટૂર-ટ્રાવેલ્સ તેમજ અન્ય બિઝનેસને બખંબખ્ખા..

કરોડોની કમાણી તો આ ધંધામાં જ છે! આ વર્ષે પણ થવાની છે સાડા ચાર લાખ કરોડની રેલમછેલ

Wedding Business: ભારતમાં ૨૦૨૩માં લગ્નસરાની મોસમમાં ૩૫ લાખથી વધુ લગ્નો યોજાઈ રહ્યાં છે. લગ્નગાળાની આ મોસમમાં રૂ. ૪.૨૫ લાખ કરોડનો સૌથી વધુમાં વધુ બિઝનેસ કરાશે તેવું અનુમાન છે. ૨૩ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીના ૨૩ દિવસના લગ્નગાળાના પ્રથમ તબક્કામાં વેપારીઓ, હોટેલ્સ તેમજ અન્ય તમામ પ્રકારના વેપારીઓ અઢળક કમાણી કરશે અને તેમને બખંબખ્ખા થઈ જશે તેવું કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સરવેમાં જણાયું છે.

સરવેમાં જણાવાયું હતું કે, લગ્નગાળાના પ્રથમ તબક્કાના ૨૩ દિવસમાં આશરે ૬ લાખ જેટલા લનો યોજાશે, દર લગ્નદીઠ રૂ. ૩ લાખનો ખર્ચ અંદાજાયો છે. જ્યારે ૧૦ લાખ લગ્નોનો ખર્ચ દર લગ્નદીઠ રૂ. ૬ લાખ અંદાજવામાં આવ્યો છે. ૧૨ લાખ લગ્નોનો લગ્નદીઠ ખર્ચ રૂ. ૧૦ લાખ જ્યારે ૬ લાખ લગ્નોનો ખર્ચ રૂ. ૨૫ લાખ અને ૫૦,૦૦૦ લગ્નોનો લગ્નદીઠ ખર્ચ રૂ. ૫૦ લાખ અંદાજવામાં આવ્યો છે. વધુ ૫૦,૦૦૦ લગ્નોનો ખર્ચ રૂ. ૧ કરોડ કે તેથી વધુ હોઈ શકે છે.

દિલ્હી સહિત દેશનાં મોટા શહેરો અને નગરો તેમજ ગામડાઓના વેપારીઓ લગ્નગાળાની મોસમમાં કરોડોની કમાણી કરવા થનગની રહ્યા છે. લગ્નસરાની આ મોસમમાં એકલા દિલ્હીમાં જ ૩.૫ લાખ લગ્નો યોજાવાનાં છે. જેનાથી એકલા દિલ્હીના વેપારીઓ જ રૂ. ૧ લાખ કરોડનો બિઝનેસ કરશે. ગયા વર્ષે આશરે ૩૨ લાખ લગ્નો યોજાયા હતા જેમાં આશરે રૂ. ૩.૭૫ લાખ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

લગ્નગાળાનો બીજો તબક્કો મધ્ય જાન્યુઆરીથી શરૂ થશે અને જુલાઈ સુધી ચાલશે. વેપારીઓએ તગડી કમાણી કરવા તૈયારી કરી લીધી છે. ગ્રાહકોની માગણીને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી છે. દરેક લગ્નમાં ૨૦ ટકા ખર્ચ વરરાજા અને કન્યાને તૈયાર કરવા માટે જ કરાય છે. બાકીનો ૮૦ ટકા ખર્ચ ઇતર વ્યવસ્થા માટે કરાય છે. દિલ્હી સહિત મોટા શહેરોમાં ગાળાનો લાભ લેવા બેન્ક્વેટ હોલ, હોટેલ્સ, ઓપન લોન, કોમ્યુનિટી સેન્ટર, જાહેર બાગબગીચાઓ, ફાર્મ હાઉસ તેમજ અન્ય સ્થળે લગ્નો યોજવા પ્રેપરી તૈયારીઓ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news