પૈસા તૈયાર રાખો! 14 ડિસેમ્બરે આવી રહ્યો છે ગુજરાતની આ કંપનીનો IPO, કમાણીની ઉજળી તક

OFS હેઠળ સિદ્ધાર્થ જૈન, પવનકુમાર જૈન, નયનતારા જૈન, ઈશિતા જૈન, મંજૂ જૈન, લતા રૂંગટા સહિત અન્ય શેરો વેચશે. ઈશ્યુ માટે પ્રાઈસ બેન્ડની જાહેરાત જલદી કરવામાં આવશે. ઓફનો લગભગ 50 ટકા યોગ્ય સંસ્થાગત ખરીદારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને બાકીના 15 ટકા બિનસંસ્થાગત રોકાણકારો માટે અનામત છે. 

પૈસા તૈયાર રાખો! 14 ડિસેમ્બરે આવી રહ્યો છે ગુજરાતની આ કંપનીનો IPO, કમાણીની ઉજળી તક

Inox India Limited: ક્રાયોજેનિક ટેંક નિર્માતા આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ રોકાણ માટે 14 ડિસેમ્બરે ઓપન થશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં SEBIમાં પોતાના પ્રારંભિક આઈપીઓ દસ્તાવેજો રજૂ કર્યા હતા અને આ ઈશ્યુ માટે મંજૂરી મેળવી હતી. અત્રે જણાવવાનું કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે પોતાના હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા 2.21 કરોડ શેરોના વેચાણની રજૂઆત એટલે કે ઓફર ફોર સેલ (OFS) છે. 

18 ડિસેમ્બર સુધી રોકાણની તક
આ ઈશ્યું સંપૂર્ણ રીતે OFS છે આથી કંપનીને કોઈ આવક મળશે નહીં અને તમામ પૈસા વેચનારા શેરધારકો પાસે જશે. શેરના વેચાણની એંકર બુક 13 ડિસેમ્બરે ખુલશે જ્યારે ઓફર 18 ડિસેમ્બરે બંધ થશે. ડીઆરએચપી (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ) મુજબ સિદ્ધાર્થ જૈન, પવનકુમાર જૈન, નયનતારા જૈન, ઈશિતા જૈન, અને મંજૂ જૈન વેચાણ પ્રસ્તાવમાં વેચાણ કરનારા શેરધારકોમાંથી છે. 21 ડિસેમ્બરથી બીએસઈ અને એનએસઈ પર ઈક્વિટી શેરોમાં કારોબાર શરૂ થશે. 

OFS હેઠળ પ્રમોટર સિદ્ધાર્થ જૈન, પવનકુમાર જૈન, નયનતારા જૈન, ઈશિતા જૈન OFS માં વેચાણ કરનારા શેરધારક છે. અન્ય શેરધારકોમાં મંજૂ જૈન, લતા રૂંગટા, ભારતીય શાહ, કુમુદ ગંગવાલ, સુમન અજમેરા અને રજની મોહટ્ટા પણ OFS ના માધ્યમથી શેર વેચશે. ઈશ્યુ માટે પ્રાઈસ બેન્ડની જાહેરાત જલદી કરવામાં આવશે. ઓફરનો લગભગ 50 ટકા યોગ્ય સંસ્થાગત ખરીદારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને બાકીના 15 ટકા બિનસંસ્થાગત રોકાણકારો માટે અનામત છે. 

આઈપીઓ ખર્ચા બાદ કરતા સમગ્ર ઈશ્યુની આવક વેચનારા શેરધારકોને જશે જ્યારે કંપનીને ઈશ્યુથીકોઈ પૈસા મળશે નહીં. ઈક્વિટી શેરોમાં કારોબાર 21 ડિસેમ્બરથી BSE અને NSE પર શરૂ થશે. કંપની વિશે વાત કરીએ તો ગુજરાતના વડોદરા સ્થિત આ કંપની અનેક ઈન્ડસ્ટ્રીઝને સર્વિસ આપે છે. તેના સ્ટાન્ડર્ડ ક્રાયોજેનિક ટેંક અને ઈક્વિપમેન્ટ, બેવરેજ કેગ, બીસ્પોક ટેક્નોલોજી, ઈક્વિપમેન્ટ અને સોલ્યુશનની સાથે સાથે મોટી ટર્નકી પ્રોજેક્ટ્સનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલ ગેસો, લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ગ્રીન હાઈડ્રોજન, એનર્જી, સ્ટીલ અને મેટિકલ તથા હેલ્થકેર સહિત અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કરાય છે. 

 (Disclaimer: રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news