ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને ઉજ્જવળ ગણાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને કાલે કહ્યું હતું કે આગામી દાયકો ભારતનો હશે. 

ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને ઉજ્જવળ ગણાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બિલ ગેટ્સ

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનવાન અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર (microsoft co-founder) બિલ ગેટ્સે (bill gates) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ગર્મજોશીથી મળ્યા અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે (bill gates) ભારતીય અર્થવ્યવસ્થાને લઈને રવિવારે કહ્યું હતું કે તત્કાલ ભવિષ્યમાં શું થશે તે હું જાણતો નથી, પરંતુ એટલું જરૂર કહી શકું કે આગામી દાયકો ભારતનો છે. 

— ANI (@ANI) November 18, 2019

બિલ ગેટ્સે કહ્યું કે, આગામી દાયકામાં ભારતની અર્થવ્યવસ્થા ખુબ ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનાથી મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાથી બહાર કાઢી શકાશે અને સરકારને જોર-શોરથી સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં રોકાણ કરવાની તક મળશે. 

આ વાત તેમણે તે સમયે કહી છે કે જ્યારે ભારતની અર્થવ્યવસ્થા મંદીના સમયમાંથી પસાર થઈ રહી છે. આજે પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રહાર કર્યાં છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં તેમણે સરકારની ખામી વિશે વિસ્તારથી જણાવ્યું હતું. 

— ANI (@ANI) November 18, 2019

ગેટ્લ હાલમાં ભારતના પ્રવાસ પર છે. વડાપ્રધાનને મળ્યા પહેલા બિલ ગેટ્સ આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને 'ભારતીય પોષણ કૃષિ કોષ' કાર્યક્રમના લોન્ચિંગના અવસર પર મળ્યા હતા. સ્મૃતિ ઈરાની મહિલા કલ્યાણ અને બાળ વિકાસ મંત્રી છે. તેમનું મંત્રાલય સારા પોષણ માટે બિલ ગેટ્સના ફાઉન્ડેશનની સાથે મળીને કામ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news