બેન્ક એકાઉન્ટ રાખવાનું છે સુરક્ષિત, SBIએ જણાવ્યું શું કરો શું નહીં
બેન્ક એકાઉન્ટને સેફ રાખવા માટે જરૂરી છે કે મેલવેયર અને બાકી ખતરાથી પોતાની ડિવાઇસને બચાવીને રાખવામાં આવે. એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટ ધારકોએ યૂએસબી ડિવાઇસની સાથે શું કરવું જોઈએ અને શું નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ બેન્ક એકાઉન્ટને સેફ રાખવા માટે જરૂરી છે કે મેલવેયર અને બાકી ખતરાથી પોતાની ડિવાઇસને બચાવીને રાખવામાં આવે. યૂએસબી ડિવાઇસની મદદથી સરળતાથી મેલવેયર ઇન્ફેક્શન થી શકે છે કારણ કે તેને ઘણી ડિવાઇસમાં લગાવવામાં આવે છે અને સેફ્ટીની ચિંતા કર્યા વગર યૂઝર ઉપયોગ કરે છે. ડેટા ચોરી અને વાયરસ ઇન્ફેક્શન માટે જવાબદાર યૂએસબીનો ઉપયોગ કરતા સમયે કઈ રીતે સુરક્ષિત રહી શકાય, તેની રીત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવી છે.
એસબીઆઈએ કેટલીક સેફ્ટી ટિપ્સ સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. @TheOfficialSBI એકાઉન્ટ પર કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે, 'જો તમે બેદરકારીથી ઉપયોગ કરો છો તો બની શકે કે તમારી યૂએસબી ડિવાઇસ કોઈ ખતરનાક મેલવેયરથી ઇન્ફેક્ટેડ હોય. તમારી ડિવાઇસને મેલવેયરથી પ્રોટેક્સ રાખવા માટે નીચે આપેલી ટિપ્સને ફોલો કરે.' આ ટ્વીટમાં એક શોર્ટ વીડિયો સામેલ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શું કરો અને શું નહીં.
Your USB device is most likely to be affected by dangerous malware if you use it recklessly. Follow these simple security measures to protect your device.#BeAlert #BeSafe pic.twitter.com/xHPO1Q0dCU
— State Bank of India (@TheOfficialSBI) July 8, 2020
શું કરો?
- યૂએસબી ડિવાઇસને એક્સેસ કરતા પહેલા લેટેસ્ટ એન્ટીવાયરસથી સ્કેન કરો.
- બેન્ક સ્ટેટમેન્ટ સાથે જોડાયેલી ફાઇલ્સ અને ફોલ્ડર્સને એનક્રિપ્ટ કરીને રાખો.
- યૂએસબીમાં ડેટા કોપી કરવા માટે યૂએસબી સિક્યોરિટી પ્રોડક્ટસનો ઉપયોગ કરો.
નહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય
શું ન કરો?
- અજાણ્યા લોકો પાસેથી કોઈપણ પ્રકારની પ્રમોશનલ યૂએસબી ડિવાઇસ એક્સેપ્ટ ન કરો.
- ક્યારેય પણ તમારી સેન્સેટિવ જાણકારી જેમ કે- બેન્ક ડીટેલ્સ અને પાસવર્ડ યૂએસબી ડિસ્ક પર ન રાખો.
- ક્યારેય પણ વાયરસ ઇન્ફેક્ટેડ સિસ્ટમમાં પોતાની યૂએસબી ડિવાઇસ પ્લગ ઇન ન કરો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે