દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર કેટલો હોવો જોઈએ? રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને PM મોદીને જણાવ્યું

પેટ્રોલના ભાવ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું. જ્યોતિરાદિત્ય સિંદિયાના ભાજપના સામેલ થવાની ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ટ્વીટ કરતા લખ્યું કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના પર ધ્યાન આપવામાં આવે. 

દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર કેટલો હોવો જોઈએ? રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને PM મોદીને જણાવ્યું

નવી દિલ્હી: પેટ્રોલના ભાવ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું. જ્યોતિરાદિત્ય સિંદિયાના ભાજપના સામેલ થવાની ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ટ્વીટ કરતા લખ્યું કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના પર ધ્યાન આપવામાં આવે. 

— Rahul Gandhi (@RahulGandhi) March 11, 2020

રાહુલ ગાંધીએ પીએમઓને ટેગ કરતા લખ્યું કે "સરકારે કદાચ નોટિસ કર્યું નથી કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં 35 ટકા ઘટાડો થયો છે. રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે પેટ્રોલના ભાવને 60 રૂપિયા પ્રતિ લીટરથી ઓછું કરીને સામાન્ય લોકોને તેનો ફાયદો મળવો જોઈએ."

જુઓ LIVE TV

5-6 રૂપિયાનો થઈ શકે છે ઘટાડો
ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં આ મોટા ઘટાડાના કારણે ઘરેલુ માર્કેટમાં પણ તેની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટી શકે છે. સીનિયર ટ્રેડ એનાલિસ્ટ અરુણ કેજરીવાલના જણાવ્યાં મુજબ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો ફાયદો ભારતને થશે. પેટ્રોલ ડીઝલનો ભાવ 6 રૂપિયા પ્રતિ લીટર જેટલો ઓછો થઈ શકે છે. જો કે અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો નબળો થયો છે. આથી પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થાય તેવી આશા ઓછી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news