4 દિવસમાં 1400 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, 40 હજારની નીચે બંધ

આજે સેન્સેક્સ 40 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે 39889 પર બંધ થયો. તેમાં 392 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં 119 પોઈન્ટનો ઘટાડો થયો હતો.   

Updated By: Feb 26, 2020, 05:10 PM IST
4 દિવસમાં 1400 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, 40 હજારની નીચે બંધ

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે શેર માર્કેટની હવા નિકળી ગઈ છે. રોકાણકારો ઝડપથી પૈસા પરત ખેંચી રહ્યાં છે, જેના કારણે સતત ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ 392 પોઈન્ટના ઘટાડા સાથે 40 હજારના મહત્વના સ્તરની નીચે 39889 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 119 પોઈન્ટના ઘટાડા સાથે 11678 પર બંધ થયો હતો. પાછલા ચાર કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1400થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે. 

નબળા ત્રિમાસીક પરિણામોનો ડર
કોરોના સિવાય પણ ઘણા ફેક્ટર છે, જેના કારણે બજારની આ સ્થિતિ છે. ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં પણ નબળા વિકાસ દરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યૂરોપિયન માર્કેટના પણ સેન્ટિમેન્ટ નેગેટિવ છે. વોલ સ્ટ્રીટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાને કારણે અમેરિકામાં અત્યારથી વિશેષ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 

ફ્યૂચર એન્ડ ઓપ્શન એક્સપાયરી
બજારમાં જારી ઘટાડા વચ્ચે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફ્યૂચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડર્સ હાલ ઓછા ટ્રેડ કરશે. એક્સપાયરી પહેલા માર્કેટમાં ઉથલ-પાથળ (વોલાટાઇલ)નો રેશિયો પણ બમણો થઈને 18.46 પર પહોંચી ગયો છે. 

વિદેશી રોકાણકારો કરી રહ્યાં છે વેચવાલી
ઘટાડા વચ્ચે વિદેશી રોકાણકારો ડોમેસ્ટિક શેર બજારમાં સતત વેચાવલી કરી રહ્યાં છે, જેના કારણે બજાર પર બોજ વધી ગયો છે. NSE ડેટા પ્રમાણે, મંગળવારે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPIs)એ 2315 કરોડનું વેચાણ કર્યું. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DIIs)એ તેમાં આશરે 1565 કરોડની શુદ્ધ ખરીદી કરી છે. 

રેલવે ટિકિટ કેન્સલ કરાવશો તો મળશે પૂરેપૂરું રિફન્ડ, જાણો આ ટ્રિક

80 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત
કોરોનાની વાત કરીએ તો તે હવે ચીનની બહાર ઝડપથી ફેલાઇ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 2700થી વધુ લોકોના મોત થઈ ગયા છે. વિશ્વમાં 80 હજારથી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. કોરોના પર લગામ લગાવવાના તમામ પ્રયાસો બેકાર થઈ રહ્યાં છે. તેવામાં તે ખુબ ઝડપથી વૈશ્વિક મહામારીની તરફ વધી રહી છે. તેના કારણે ગ્લોબલ સપ્લાઈ અને ચેનની સિસ્ટમ પ્રભાવિત થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બિઝનેસના અન્ય સમાચાર