પ્રસિદ્ધ IT કંપની આ વર્ષે આપશે 28 હજાર વિદ્યાર્થીઓને નોકરી, 3 વર્ષમાં સૌથી વધારે ભરતી

છેલ્લા બે વર્ષમાં કંપનીએ દર વર્ષે 20,000 વિદ્યાર્થીઓને નોકરી આપી છે.   

Updated By: Oct 16, 2018, 02:38 PM IST
પ્રસિદ્ધ IT કંપની આ વર્ષે આપશે 28 હજાર વિદ્યાર્થીઓને નોકરી, 3 વર્ષમાં સૌથી વધારે ભરતી

નવી દિલ્હી: માહિતી ટેકનોલોજી ક્ષેત્ર(IT)માં નોકરી કરવાનું સપનું જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિક આઇ.ટી કંપની TCS આ વર્ષે તમામ ઇજનેરી કોલેજના કેમ્પસમાંથી આ વર્ષે 28,000 વિદ્યાર્થીઓને નોકરીઓ આપશે. ત્યારે ઉદ્યોગ જગતમાં કહેવાંમાં આવી રહ્યું છે, કે ગત ત્રણ વર્ષમાં પહેલી વાર કોઇ  આઇટી કંપની કેમ્પસમાંથી આટલી મોટી સંખ્યાંમાં નોકરી આપવાની તૈયારી દેખાડી છે.

વધુ વાંચો...7મું પગાર પંચ: આ રાજ્ય સરકાર આપશે કેંદ્રની સમકક્ષ પગાર, પ્રથમ વખત બનશે આવું!

ટાટા સમૂહની આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ(TCS)નું કહેવું છે, કે વેપાર અને વિકાસને ધ્યાને રાખીને માંગમાં તેજી થઇ રહી છે. એવામાં અમે માંગ પૂરી કરવા માટે નવી ભર્તીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. કંપનીનું કહેવું છે, કે તમામ ક્ષેત્રે ભરતી કરવી સકારાત્મક રહી છે, કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી હતી કે, ગત બે વર્ષમાં કંપનીએ દર વર્ષે 20,000 વિદ્યાર્થીઓની ભરતી કરી છે. 

વધુ વાંચો...મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું: માત્ર 3 દિવસ માટે છે આ ઓફર, આ રીતે કરી શકો છો ખરીદી

ઇકોનોમિક્સ ટાઇમ્સના સમાચાર મુજબ. ટીસીએસ આ વર્ષેના પહેલા 6 મહિનામાં 16,000 લોકોની ભરતી કરી ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 10,227નો વધારો કરવામાં આવ્યો હતો. જાણકારોની અનુસાર બેંકિંગ અને નાણાંકીય, વીમા અને રિટેલ ક્ષેત્રમાં આવેલી મજબૂતીથી ટીસીએસને સમર્થન વધ્યું છે. આ અંગેનો અંદાજો લગાવી શકાય છે,કે ટીસીએસ કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં તેના કર્મચારીઓને 100 ટકા વેરિએબલ એલાઉન્સ આપ્યું હતું.

વધુ વાંચો...12 દિવસ પહેલા સરકારે ઘટાડ્યા હતા ભાવ, ફરી પેટ્રોલ-ડીઝલની પ્રાઇસમાં વધારો, આ છે આજની કિંમત 

થોડા મહિના પહેલા સરકારએ પણ જાહેરાત કરી હતી કે આઇટી સેક્ટરમાં નવી એક લાક નોકરીઓની તક ઉભી થશે. આજ કરાણે આઇટી ક્ષેત્રે તેજીનો માહોલ દેખાઇ રહ્યો છે. જણાવામાં આવી રહ્યું છે, કે આઇટી ક્ષેત્રના ઉદ્યોગનો ગ્રોથ આઠ ટકા વધને 167 અરબ ડોલર પર પહોંચી જશે.