ગુજરાતમાં કોરોના વેક્સીન અંગે મોટા સમાચાર, ઝાયડસને ત્રીજા ટ્રાયલ માટે મંજૂરી મળી

ગુજરાતમાં કોરોના વેક્સીન અંગે મોટા સમાચાર, ઝાયડસને ત્રીજા ટ્રાયલ માટે મંજૂરી મળી
  • કંપનીએ જણાવ્યું કે, ભારતમાં Pegylated Interferon alpha 2b સાથે પરમિશન મળી ગઈ છે.
  • આ ટ્રાયલમાં ભારતના 20-25 કેન્દ્રોમાંથી 250 દર્દીઓને સામેલ કરવામાં આવશે

ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદી આજે જાહેરાત કરી છે કે, કોરોનાની રસી (Corona Vaccine) આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. ત્યારે બીજી તરફ ઝાયડસ કેડિલા કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે. શુક્રવારે ડ્રગ્સ કન્ટ્રોલ ઓફ ઈન્ડિયાએ ઝાયડસ કેડિલા (Zydus Cadila)ના ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલને પરમિશન આપી દીધી છે. કંપનીએ જણાવ્યું કે, ભારતમાં Pegylated Interferon alpha 2b સાથે પરમિશન મળી ગઈ છે. કંપનીએ ગત મહિનામાં ફેઝ-2ની ટ્રાયલ પૂરી કરી હતી. 

આ પણ વાંચો : દર્દીઓને મરઘો સમજીને હલાલ કરતી ખાનગી હોસ્પિટલો પર લગામ મૂકો, ચાર્જ ઘટાડવાની ઉઠી માંગ 

કેડિલાના વેક્સીનની ત્રીજા ચરણની ટ્રાયલની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થશે. આ ટ્રાયલમાં ભારતના 20-25 કેન્દ્રોમાંથી 250 દર્દીઓને સામેલ કરવામાં આવશે. કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે કહ્યું કે, અમે પૈજિલેટેડ ઈન્ટરફૈરૌન અલ્ફા 2 બીના ફેઝ-2 સ્ટડીથી મળેલા પરિણામ બહુ જ પ્રોત્સાહિત થયા છે. તેમાં બીમારીની શરૂઆતમાં જ આપવામાં આવ્યા બાદ વાયરસના ટાઈટરસને ઓછો કરવાની ક્ષમતા દેખાઈ છે. 

બીજા તબક્કામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા 40 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના બાદ હવે ત્રીજા ફેઝનું ટ્રાયલ પણ શરૂ થશે. 

આ પણ વાંચો : અમદાવાદ ST ડેપો પર કોરોના ટેસ્ટ કરાવવામાં તમારો વારો 76મો હોય તો ચેતી જજો

નવેમ્બરના અંતમાં પીએમ મોદીએ મુલાકાત કરી હતી
હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ દેશની ટોચની વેક્સીન બનાવતી કંપનીઓની મુલાકાત કરી હતી. અમદાવાદની ઝાયડસ કેડિલાના પ્લાન્ટ, પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને હૈદરાબાદના ભારત બાયોટેક કંપનીઓની મુલાકાત કરીને કોરોના વેક્સીનની કામગીરીની સમીક્ષા કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news