રિયાના ફોનની કોલ ડિટેલ્સથી થયો ચોંકાવનારો ખુલાસો, દિગ્ગજ અભિનેતાનું નામ સામે આવતા ખળભળાટ

બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતાની કથિત આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી છે. સુશાંતના પિતા કે કે સિંહ તરફથી નોંધાયેલી એફઆઈઆરમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી છે. જ્યારે તેની સાથે જ તેના માતા પિતા, અને ભાઈ વિરુદ્ધ પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં છે. રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉક્સાવવા, પૈસાની ઉચાપત, ફ્રોડ, જેવા અનેક ગંભીર આરોપ છે. આ બધા વચ્ચે રિયા ચક્રવર્તીની ઈડીએ પૈસાની હેરાફેરીને લઈને બે વાર લાંબી પૂછપરછ કરી છે. હવે રિયાના ફોનની કોલ ડિટેલ્સ સામે આવી છે જેનાથી ચોંકાવનારા ખુલાસા થયા છે. 

Updated By: Aug 13, 2020, 10:01 AM IST
રિયાના ફોનની કોલ ડિટેલ્સથી થયો ચોંકાવનારો ખુલાસો, દિગ્ગજ અભિનેતાનું નામ સામે આવતા ખળભળાટ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતાની કથિત આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી છે. સુશાંતના પિતા કે કે સિંહ તરફથી નોંધાયેલી એફઆઈઆરમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી છે. જ્યારે તેની સાથે જ તેના માતા પિતા, અને ભાઈ વિરુદ્ધ પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં છે. રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉક્સાવવા, પૈસાની ઉચાપત, ફ્રોડ, જેવા અનેક ગંભીર આરોપ છે. આ બધા વચ્ચે રિયા ચક્રવર્તીની ઈડીએ પૈસાની હેરાફેરીને લઈને બે વાર લાંબી પૂછપરછ કરી છે. હવે રિયાના ફોનની કોલ ડિટેલ્સ સામે આવી છે જેનાથી ચોંકાવનારા ખુલાસા થયા છે. 

સુશાંત કેસ: CBI તપાસ પર શરદ પવારનું મહત્વનું નિવેદન,  કહ્યું-મુંબઈ પોલીસ પર ભરોસો, પણ...

તાજી જાણકારી મુજબ રિયા ચક્રવર્તી ફક્ત મહેશ ભટ્ટ (Mahesh Bhatt) જ નહીં અનેક અન્ય ફિલ્મી સિતારાઓ સાથે ફોન દ્વારા સંપર્કમાં હતી. આ સિતારાઓમાં આમિર ખાન (Aamir Khan) , રકૂલ પ્રિત સિંહ, આદિત્ય રોય કપૂર, સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી, સની સિંહ, દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન, અને શ્રદ્ધા કપૂર જેવી હસ્તીઓના નામ સામે આવી રહ્યાં છે. રિપોર્ટ્સ દ્વારા ખુલાસો થયો છે કે રિયા ચક્રવર્તીએ આમિર ખાનને એકવાર ફોન કર્યો હતો. જ્યારે દંગલ સ્ટારે તેને ત્યારબાદ 3 એસએમએસ મોકલ્યા હતાં. આમિર ખાનનું નામ આ કેસમાં આવતા ફિલ્મી જગતમાં ખળભળાટ મચ્યો છે. 

આમિર ખાન અને રિયા વચ્ચે વાતચીત
નીકટના સૂત્રોનું માનવું છે કે સામે આવેલો નંબર ફિલ્મ સ્ટાર આમિર ખાનનો જ છે. ચોંકાવનારી વાત એ છે કે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે છેલ્લીવાર વાત તેના મોતના 9 દિવસ પહેલા કરી હતી. જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આમિર ખાનથી લઈને સલમાન ખાન અને શાહરૂખ  ખાનની ચૂપ્પી પર ફેન્સમાં ભારે રોષ છે. આવામાં રિયા ચક્રવર્તી સાથે આમિર ખાનની વાતચીતનું આ કનેક્શન નવા સવાલ ઊભા કરે છે. આ ઉપરાંત અભિનેત્રીએ અન્ય સ્ટાર્સ સાથે પણ વાત કરી હતી. 

EXCLUSIVE: સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી સાથે WhatsApp Chat થઈ વાયરલ, થયો મોટો ખુલાસો 

આદિત્ય રોય કપૂર
સામે આવેલી કોલ ડિટેલ્સથી ખુલાસો થયો છે કે રિયાએ આશિકી 2 સ્ટાર આદિત્ય રોય કપૂરને 16વાર ફોન કર્યો હતો. જ્યારે અભિનેતાએ તેને 7 વાર ફોન કર્યો હતો. 

શ્રદ્ધા કપૂર
જલેબી અભિનેત્રીએ શ્રદ્ધા કપૂરને 3વાર ફોન કર્યો હતો જ્યારે શ્રદ્ધાએ પણ તેને 3 વાર કોલ કર્યો હતો. 

સની સિંહ
સોનું કી ટિટૂ કી સ્વીટી ફેમ સ્ટાર સની સિંહને રિયાએ 7 વાર ફોન કર્યો હતો. અભિનેતાએ તેને 4વાર ફોન કર્યો હતો. 

રાણા દગ્ગુબાતી
સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતીને પણ રિયાએ 7 વાર ફોન કર્યો હતો. જ્યારે એક્ટરે તેને 4 વાર ફોન કર્યો હતો. 

સરોજ ખાન
દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનને પણ રિયા ચક્રવર્તીએ 3વાર ફોન કર્યો હતો. તેમણે પોતે રિયાને 2વાર ફોન કર્યો હતો. 

મહેશ ભટ્ટ
રિપોર્ટ મુજબ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચે જાન્યુઆરી મહિનામાં 16વાર વાત થઈ. રિયાએ મહેશ ભટ્ટને 9 વાર ફોન કર્યો હતો. જ્યારે મહેશ ભટ્ટે રિયાને 7વાર ફોન કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube