ડાયરેક્ટરોની મોટી જાહેરાત, અનુભવ સિન્હા-હંસલ મેહતાનું બોલીવુડમાંથી રાજીનામુ
Anubhav Sinhaએ હાલમાં બોલીવુડમાંથી રાજીનામુ આપવાનું ટ્વીટ કર્યુ, ત્યારબાદ રસપ્રદ જવાબો મળી રહ્યાં છે. તેમણે પોતાની પ્રોફાઇલમાં પણ ફેરફાર કર્યો છે અને લખ્યું છે 'Not Bollywood'
Trending Photos
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યાં છે. આ વચ્ચે ફિલ્મમેકર અનુભવ સિન્હાએ ટ્વીટ કર્યુ છે કે તે બોલીવુડમાંથી રાજીનામુ આપી રહ્યાં છે. તેમના ટ્વીટ પર અલગ-અલગ રિએક્શન આવી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર લખ્યું- બહુ થયું
અનુભવ સિન્હા 'મુલ્ક', 'આર્ટિકલ 15' અને 'થપ્પડ' જેવી ફિલ્મો બનાવીને પ્રશંસા મેળવી ચુક્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ પોતાના નિવેદનો માટે પણ જાણીતા છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર બોલીવુડમાંથી રાજીનામુ આપવાનો મેસેજ લખ્યો છે. તેમણે લખ્યુ- બહુ થઈ ગયું, હવે હું બોલીવુડમાંથી રાજીનામુ આપી રહ્યો છું. હવે તેનો જે મતલબ હોય. તેમણે પોતાની પ્રોફાઇલમાં પણ ફેરફાર કર્યો છે. તેમણે અનુભવ સિન્હાને અનુભવ સિન્હા (બોલીવુડમાંથી નહીં) કરી દીધું છે.
ENOUGH!!!
I hereby resign from Bollywood.
Whatever the fuck that means.
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
Ye lo. pic.twitter.com/dpQDHleBTi
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
સુધીર મિશ્રાનો જવાબ
તેમના ટ્વીટ પર ફિલ્મેકર સુધીર મિશ્રાએ જવાબ આપ્યો છે, બોલીવુડ શું હોય છે? હું સત્યજીત રે, રાજ કપૂર, ગુરૂ દત્ત, રિત્વિક ઘટક, બિમલ રોય, મૃણાલ સેન, ઋષિકેશ મુખર્જી, કે આસિફ, વિજય આનંદ, જાવેદ અખ્તર, તપન સિન્હા, ગુલઝાર, શેખર કપૂર, કેતન મેહતા, ભારતન અને અરવિંદનથી પ્રેરિત થઈને સિનેમાનો ભાગ બનવા આવ્યો છું. જ્યાં હું હંમેશા રહીશ.
चलो दो लोग BOLLYWOOD से बाहर। अपन हिंदी फ़िल्म इंडस्ट्री में रह के फ़िल्में बनाएँगे।
यह ले अपनी लकुटी कम्बरिया, बहुतही नाच नचायो। https://t.co/gimZWCIKgK
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવાની કરી વાત
તેના પર અનુભવે જવાબ આપ્યો છે, ચલો બે લોકો BOLLYWOODથી બહાર. આપણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહીને ફિલ્મ બનાવશું. યહ લે અપની લટુકી કમ્બરિયા, બહુતકી નાચ નચાયો
चलो दो लोग BOLLYWOOD से बाहर। अपन हिंदी फ़िल्म इंडस्ट्री में रह के फ़िल्में बनाएँगे।
यह ले अपनी लकुटी कम्बरिया, बहुतही नाच नचायो। https://t.co/gimZWCIKgK
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
Chalo Ek Aur aaya. Sun lo bhaiyon. Ab jab aap Bollywood ki baat kar rahe go to hamaari baat nahin kar rahe. https://t.co/xvCCg5TmEt
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
હંસલ મેહતા પણ આવ્યા સાથે
હંસલ મેહતાએ ટ્વીટ કર્યુ છે- છોડી દીધું... તેના પર અનુભવે જવાબ આપ્યો છે... ચલો વધુ એક આવ્યો. સાંભળી લો ભાઈઓ જ્યારે તમે બોલીવુડની વાત કરી રહ્યાં છો તો અમારી વાત નથી કરી રહ્યાં.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે