જસલીન બનવાની હતી અનુપ જલોટાના બાળકની માતા ? કરાવ્યું હતું એબોર્શન ? 

‘બિગ બોસ 12’માં ભજન ગાયક અનુપ જલોટા અને જસલીન મથારુ રિલેશનશીપમાં હોવાનો ખુલાસો થયો

જસલીન બનવાની હતી અનુપ જલોટાના બાળકની માતા ? કરાવ્યું હતું એબોર્શન ? 

મુંબઈ : ‘બિગ બોસ 12’માં ભજન ગાયક અનુપ જલોટા અને જસલીન મથારુ રિલેશનશીપમાં હોવાનો ખુલાસો થયો. 65 વર્ષીય અનુપ 28 વર્ષીય જસલીન સાથે રિલેશનશીપમાં હોવાની વાતથી ખળભળાટ મચ્યો છે. જનસત્તામાં આવેલા રિપોર્ટ પ્રમાણે અનુપ અને જસલીનના સંબંધ વિશે અનીશા સિંહ શર્મા નામની એક મોડલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અનીશાએ કહ્યું કે, જસલીન ગયા વર્ષે પ્રેગ્નેન્ટ હતી અને તે બાળક અનુપનું હતું. અનીશાએ દાવો કર્યો કે, મેં જસલીન અને અનુપને ઝઘડતાં જોયા હતા. જસલીને અનુપની બેદરકારીના કારણે પ્રેગ્નેન્ટ થઈ હોવાનું જણાવ્યું હતું. અનીશાએ જણાવ્યું હતું કે, જસલીને અબોર્શન બાદ આ વિશે તેને જાણ કરી હતી.

રિયાલિટી શો 'બિગ બોસ'માં અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીનની જોડી ચર્ચાનો મુદ્દો બની છે. જોકે હવે ધીરેધીરે અનુપ જલોટાની પોલ ખુલવાની શરૂ થઈ ગઈ છે. ભજન ગાયક અનુપ જલોટા અને તેનાથી 37 વર્ષ નાની શિષ્યાના અફેરની ચારે તરફ ચર્ચા છે ત્યારે નવીનવી વાત સામે આવી રહી છે. અનુપ જલોટાના અંગત જીવનની વાત કરીએ તો તે જસલીન પહેલાં ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે. તેના બે લગ્નનો અંત ડિવોર્સ સાથે આવ્યો હતો જ્યારે ત્રીજી પત્ની મેઘા ગુજરાલના નિધન સાથે તેના લગ્નનો અંત આવી ગયો હતો. ન્યૂઝ પોર્ટલ લલ્લન ટોપના રિપોર્ટ પ્રમાણે અનુપ જલોટા પર વર્ષો પહેલાં એક ઇઝરાયલી મોડેલે કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. 

આ શોના પ્રીમિયરમાં સલમાને અનુપ અને જસલીનને લવબર્ડસ ગણાવ્યા છે પણ બીજા સ્પર્ધકોને આ વાત ગળે નથી ઉતરી. એક વીડિયોમાં તેમના સંબંધો વિશે બીજા સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે જસલીન ગુસ્સાથી જવાબ આપીને આ ચર્ચા પર પુર્ણવિરામ મુકવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news